અમદાવાદ : લોકડાઉનના મુશ્કેલીના સમયમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, 6 શકુનીની ધરપકડ

News18 Gujarati
Updated: May 22, 2020, 8:56 AM IST
અમદાવાદ : લોકડાઉનના મુશ્કેલીના સમયમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, 6 શકુનીની ધરપકડ
નિકોલમાં હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું (ફાઈલ ફોટો)

પોલીસે બાતમીના આધારે તમામ લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસે થી 3 લાખ રોકડ રકમ કબ્જે કરી છે.

  • Share this:
અમદાવાદ : દેશમાં એક તરફ કોરોનાના કારણે મહામારી છે અને જેમાં અનેક લોકો પાસે ખાવાની પણ તકલીફ પડી રહી છે એવામાં પણ કેટલાક લોકો બિન્દાસ જુગાર રમી રહ્યાં છે. નિકોલ પોલીસે આવાજ 6 લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ એક બંગલોમાં 6 લોકો જુગાર રમી રહ્યાં હતાં અને પોલીસે બાતમીના આધારે તમામ લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસે થી 3 લાખ રોકડ રકમ કબ્જે કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે પોલીસને માહિતી મળી હતી કે, નિકોલ માં આવેલ જીનલ બંગલોમાં રહેતા એક વ્યક્તિ જુગાર રમી રહ્યાં છે, જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી કાર્યાવહી કરી તો ત્યાંથી 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા અને 3 લાખ કેસ કબ્જે કરવામાં આવી છે.

પોલીસના કહેવા પ્રમાણે મુકેશ પટેલ, જયમુખ પટેલ, અશોક પટેલ, ઘનશ્યામ પટેલ, પંકજ ભટ્ટ, અને મનસુખ પટેલ આમ 6 લોકો જુગાર રમી રહ્યાં હતાં અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ અનુસાર, આ લોકો અલગ-અલગ ધંધા સાથે જોડાયેલા છે. નોંધનીય છે કે એક બાજુ જયાં લોકો કોરોના વાયરસને લઈ હેરાન પરેશાન છે ત્યારે બીજી બાજુ આ લોકો જુગાર રમી મજા કરી રહ્યાં હતાં. પોલીસે હાલ આ તમામ લોકો સામે જુગારની અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને કાર્યાવહી કરી છે.
First published: May 21, 2020, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading