કાળો રવિવાર! રાજ્યમાં 6 અકસ્માત, લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલા યુવક સહિત 6ના મોત

News18 Gujarati
Updated: December 2, 2018, 9:37 PM IST
કાળો રવિવાર! રાજ્યમાં 6 અકસ્માત, લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલા યુવક સહિત 6ના મોત
પરિક્ષા મોકુફ રહેતા અમદાવાદથી બાઈક પર મિત્ર પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે ગાંધીનગર બાલવા ચોકડી પાસે એસટી બસે પાછળથી ટક્કર મારતા બંને યુવક રોડ પર ફંગોળાઈ ગયા હતા.

પરિક્ષા મોકુફ રહેતા અમદાવાદથી બાઈક પર મિત્ર પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે ગાંધીનગર બાલવા ચોકડી પાસે એસટી બસે પાછળથી ટક્કર મારતા બંને યુવક રોડ પર ફંગોળાઈ ગયા હતા.

  • Share this:
રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારે થઈ રહ્યો છે. રોજ બરોજ રોડ અકસ્માતમાં અનેક લોકોના કમોતે મોત થાય છે. દરેક શહેરમાં વાહનોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જેને લઈ ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ ખુબ વધી રહી છે. વાહન ચલાવવામાં થોડી અસાવધાની મોતને આમંત્રણ આપી દે છે. આજે રાજ્યમાં વિવિધ જીલ્લામાંથી 6 અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. તો જોઈએ ક્યાં કેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો.

જો ગાંઘીનગર જીલ્લાના અકસ્માતની વાત કરીએ તો, લોકરક્ષકની પરીક્ષા આપવા ગયેલો એક યુવકનું અકસ્માતથી મોત નિપજ્યું છે. પરિક્ષા મોકુફ રહેતા અમદાવાદથી બાઈક પર મિત્ર પોતાના ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે ગાંધીનગર બાલવા ચોકડી પાસે એસટી બસે પાછળથી ટક્કર મારતા બંને યુવક રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં એક યુવકનું રસ્તા પર પટકાતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે એક યુવાનની હાલત ગંભીર છે. જેને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક 26 વર્ષીય યુવાનનું નામ વિહોલ જતિનસિંહ પ્રદીપસિંહ હોવાનું સામે આવ્યું છે.

આ બાજુ દાહોદના જુના બારીયા ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર બે વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે એક યુવાનની હાલત ગંભીર છે. ત્રણે યુવાનો ઝોઝ ગામના વતની છે.

તો બનાસકાંઠાના ડીસામાં રાજમંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી. જેમાં એક બાઈક ચાલક ટ્રકને ઓવરટેઈક કરવા જતા ટ્રક નીચે કચડાયો હતો, અને બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. રોષે ભરાયેલા મૃતકના પરિજનોએ ટ્રકની તોડફોડ કરી હતી. જો કે અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડાંગ જીલ્લાના માલેગામ નજીક એક ટ્રેકને અકસ્માત નડ્યો છે. નાસીકથી સુરત જઈ રહેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. સાપુતારા પાસે માલેગામ ઘાટ માર્ગ પર પ્લાયવુડ ભરેલી ટ્રક 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. જેમાં ટ્રક ચાલકનો સદનસીબે બચાવ થયો છે, જ્યારે ક્લીનરનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. જોકે, ચાલકની હાલત ગંભીર છે.

આ બાજુ અરવલ્લીના ભુંડાસણ ગામ પાસે એક કાર પાણીની ટાંકી સાથે ધડાકાભેર ભટકાઈ. અકસ્માતમાં કારમાં સવાર દંપત્તિ પૈકી પતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું. જ્યારે પત્નીને ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. કારની ટક્કર એટલી ભયંકર હતી કે પાણીની ટાંકીના બે ટુંકડા થઈ ગયા. જ્યારે કારનુ પણ કચ્ચરઘાણ થઈ ગયું. કારમાં સવાર દંપત્તિ લીંબ ગામના રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.તો પંચમહાલના ગોધરા દારૂણીયા પાસે ખાનગી ટ્રાવેલ્સ બસે પલટી મારી હતી. બસમાં સવાર 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત તમામ મુસાફરો mpના ભગવાન પૂરાથી મોરબી જઈ રહ્યા હતા. મોટાભાગના લોકો મજુરી કામ અર્થે જઈ રહ્યા હોવાની હકીકત આવી સામે. આ ઘટના આજે વહેલી સવારે 3 થી 4 વચ્ચેની છે.
First published: December 2, 2018, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading