અમદાવાદમાં 6 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરાયા, 2 નવા વિસ્તારોનો સમાવેશ કરાયો

News18 Gujarati
Updated: June 30, 2020, 10:26 PM IST
અમદાવાદમાં 6 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરાયા, 2 નવા વિસ્તારોનો સમાવેશ કરાયો
પ્રતિકાત્મક તસવીર

નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા 1 જુલાઈથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરાશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહલે શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેટ (micro containment) વિસ્તાર અંગે અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હાલમા અમદાવાદ શહેરમાં  (Ahmedabad ) કુલ 44 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણના અંતે 6 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં અસારવાની પ્રાણકુંજ સોસાયટી, શાહીબાગની વિશ્વકુંજ સોસાયટી, વેસ્ટ ઝોનમાં રાણીપની શુકન સિટી, કેશવકુંજ, નોર્થ વેસ્ટમાં થલતેજની સ્થાપત્ય રેસિડન્સી અને બોડકદેવની સેટેલાઇટ સેન્ટરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - કોરોના : આ નંબર પર ફોન કરવાથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલના બેડની માહિતી મળશે

બીજી તરફ 2 વિસ્તારમાં નવા કેસ રિપોર્ટ થયેલા હોવાથી નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સાઉથ ઝોનમાં આસોપાલવ સોસાયટી ગલી નંબર એ -71 થી 78, વટવા, નોર્થમાં રાજવીર સોસાયટી, ઠક્કરબાપાનગરનો સમાવેશ થાય છે.

નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા 1 જુલાઈથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સદર સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલ કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.બેઠકમાં મ્યુનસિપલ કમિશ્નર મુકેશ કુમાર, આઈ.એ.એસ. તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનસિપલ કમિશ્નર , હેલ્થના મ્યુનસિપલ કમિશ્નર ,આરોગ્ય અધિકારી વગેરે હાજર રહ્યા હતા.
First published: June 30, 2020, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading