Home /News /madhya-gujarat /

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલ, બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ બાળકો દાખલ, બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં 6 બાળકો દાખલ જેમાં 1 બાળક ઓક્સિજન પર છે

coronavirus latest update - 6 બાળકોમાંથી 4 બાળકોના વાલીઓ વેકસીન લીધી નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોના કેસનો (Gujarat coronavirus latest update) મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી લહેર બાદ નિષ્ણાંતો માની રહ્યા હતા કે કોરોનાની ત્રીજી લહેરમાં (coronavirus third wave) બાળકો સંક્રમિત થશે. જેને રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું. બાળકો માટે જરૂર પડે તો સિવિલ હોસ્પિટલના (Civil Hospital)કેમ્પસમાં આવેલ 1200 બેડ હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 1200 બેડમાં અત્યારે કોરોના પોઝિટિવ (coronavirus)6 બાળકો દાખલ છે. 37 દિવસથી લઈ 12 વર્ષના બાળકો છે 1 બાળકને ઓક્સિજન જરૂર છે. જોકે 6 બાળકોમાંથી 4 બાળકોના વાલીઓ વેકસીન લીધી નથી.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં 6 બાળકો દાખલ જેમાં 1 બાળક ઓક્સિજન પર છે. 6 માંથી 4 બાળકના વાલીએ એકપણ ડોઝ રસીના લીધા નથી. રસી લેવા માટે અપીલ કરી છે. 1200 બેડ હોસ્પિટલમાં 88 દર્દી દાખલ જેમાંથી 70 કોરોના પોઝિટિવ છે. જ્યારે 8 દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

88 દર્દી માંથી 9 વેન્ટિલેટર પર છે અને 4 બાયપેપ પર છે. 33 દર્દી સ્ટેબલ છે. 29 દર્દી છે જેણે બંને ડોઝ લીધા છે. 18 દર્દીએ એક ડોઝ લીધો છે. જ્યારે 41 દર્દીએ એકપણ ડોઝ લીધો નથી. દાખલ દર્દીમાં 50 ટકા દર્દીએ એકપણ ડોઝ લીધો નથી.

આ પણ વાંચો - Corona Virus: કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં 12 સફાઇ કર્મચારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદ Cdho ડોકટર શૈલેષ પરમારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ રૂરલમાં 454 એક્ટિવ કેસ છે જેમાંથી 50થી વધુ બાળકો સંક્રમિત છે. આ બાળકો 10 થી 15 વર્ષની વચ્ચેના છે. બાળકો હોમ આઇસોલેશનમાં છે અને આરોગ્ય ટીમ દ્વારા કીટ પણ આપવામાં આવે છે.15 થી 18 વર્ષના બાળકોને વેકસીન આપવામાં આવી રહી છે તો 15થી નાની ઉંમરના બાળકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

24 કલાકમાં 24,485 કોરોના કેસ

ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનીની સુનામી આવી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24,485 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 10,310 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 13 લોકો મોતને ભેટ્યાં હતા. રાજ્યમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 88.51 ટકા નોંધાયો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981, વડોદરા કોર્પોરેશનમાં 2823, રાજકોટ કોર્પોરેશનમાં 1333 કેસ નોંધાયા હતા.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, ગુજરાત

આગામી સમાચાર