અમદાવાદ-પાટણમાં તળાવમાં ડુબવાની બે ઘટના, પાંચ બાળક સહિત 6ના મોત

News18 Gujarati
Updated: June 3, 2018, 11:01 PM IST
અમદાવાદ-પાટણમાં તળાવમાં ડુબવાની બે ઘટના, પાંચ બાળક સહિત 6ના મોત

  • Share this:
અત્યારે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્ઠા છે. અસહ્ય ગરમીથી બચવા માટે લોકો નદી, ધોધ, તળાવ અને સરોવરનો રસ્તો પકડ્યો છે. નદી તળાવમાં ન્હાવા પડીને ગરમીથી રાહત મેળવે છે. ક્યારેક રાહત મેળવવાની સજા મોત પણ બની શકે છે. ન્હાવા પડેલા લોકો પાણીમાં ડૂબીને મોતને ભેટે છે. ગુજરાતમાં પાણીમાં ડૂબી જવાની બે ઘટના સામે આવી છે. એક ઘટના અમદાવાદના લાંભામાં સામે આવી છે, જ્યારે બીજી ઘટના પાટણના સાંતલપુર તાલુકામાં બની છે.

અમદાવાદના લાંભાની ઘટનાની વિગતે વાત કરીએ તો, લાંભા તળાવમાં બે બાળકો સાથે એક મહિલા માછલી પકડવા માટે તળાવમાં ઉતર્યા હતા, તે સમયે અચાનક ત્રણે લોકો તળાવમાં ડુબવા લાગ્યા, બચવા માટેની કોશિસ કરી પણ નિષ્ફલ રહ્યા અને તળાવના પાણીમા ગરકાવ થઈ ગયા. આ ઘટનામાં ત્રણેય લોકોના મોત થયા છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને પાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ડુબેલા ત્રણે બાળકોને બહાર કાઠવામા આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કેવી રીતે બાળકો ડુબ્યા તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

તો આ બાજુ પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના મઢુંત્રામાં પણ ત્રણ બાળકોના મોત તયાના સમાચાર મળ્યા છે. અહીં કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે ગામના જ પાંચ બાળકો તલાવમાં ન્હાવા પડ્યા હતા, પાંચે લોકો તળાવમાં ન્હાવાની મોજ લઈ રહ્યા હતા, તે સમયે ત્રણ બાળકો નાહ્વાની મજા લેતા લેતા ઉંડા પાણીમાં પહોંચી ગયા, અન્ય બે મિત્રો કઈ સમજે તે પહેલા તો ત્રણે બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા, બે બાળકોએ બુમા બુમ કરતા ગ્રમજનો દોડી આવ્યા હતા, અને સ્થાનિક તરવૈયાઓ બાળકોને બચાવવા તળાવમાં કુદી પડ્યા હતા, તરવૈયાઓએ ડુબેલા ત્રણે બાળકોને તળાવમાંથી બહાર કાઢી હોસ્પિટલ બેગા કર્યા હતા, પરંતુ બે બાળકોના મોત પહેલાથી જ થઈ ગયા હતા, જ્યારે એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી ઉનાળો શરૂ થયો ત્યારથી એક-બે દિવસના અંતરે રાજ્યના અલગ-અલગ સ્થળેથી તળાવ, ડેમ, નહેર, નદી અને સ્વીમિંગ પુલમાં ડુબવાની અનેક ગટનાઓ સામે આવી છે, જેમાં કેટલાએ લોકોના મોત નિપજ્યા છે.
First published: June 3, 2018, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading