અમદાવાદ : યુવતીએ કેવી રીતે વેપારીને પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું? જાણો પૂરી કહાની, 6ની ધરપકડ


Updated: July 10, 2020, 7:37 PM IST
અમદાવાદ : યુવતીએ કેવી રીતે વેપારીને પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું? જાણો પૂરી કહાની,  6ની ધરપકડ
હનીટ્રેપ આરોપીઓ

યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી અન્ય લોકોનો સાથ લઈ એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી

  • Share this:
અમદાવાદના સોલા વિસ્તારમાં હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી અન્ય લોકોનો સાથ લઈ એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી લઈ લીધી. આ મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

યુવતીએ પોતાના પ્રેમી અને અન્ય લોકોને સાથે મળી ફરિયાદી સાથે ના કરવાનું કામ કરી નાખ્યું. આરોપીઓ ભેગા મળીને એક જમીન દલાલને પ્રેમ જાળમાં ફસાવી તેને મળવા બોલાવ્યા. ફરિયાદી જયારે યુવતી સાથે સોલા વિસ્તારમાં બેઠો હતો ત્યારે આરોપી યુવતીના સગા બની તેને ઉપાડી લઈ ગયા અને તેને ધમકી આપી તેની પાસે થી 1 લાખ રૂપિયા અને 2 તોલા સોનાના દાગીના લૂંટી લીધા.

મળતી માહિતી પ્રમાણે આરોપી યુવતી પેહલા સોફ્ટ ટાર્ગેટ શોધી ફરિયાદીને એક મેસેજ કર્યો અને જેમાં તેને હેલી છે એમ કરી વાત કરી. ફરિયાદીએ ના પાડતા આરોપી યુવતીએ ફરિયાદીને ફ્રેન્ડ શિપ માટે ઓફર કરી અને તેને મળવા માટે બોલાવ્યા.


ફરિયાદીને આરોપી યુવતીએ કહયુ કે, તેણે સેટેલાઇટ નથી જોયું એમ કહી પેહલા ફર્યા અને ત્યાર બાદ સોલા વિસ્તારમાં બેઠા હતા, ત્યારે તેનો પ્રેમી અને અન્ય 6 લોકો આવ્યા અને ફરિયાદીને યુવતીના સાગા હોવાનું કહી લઈ ગયા. હાલ પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ફરાર છે. ત્યારે આ લોકોએ અન્ય કોઈ લોકોને ટાર્ગેટ કર્યો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: July 10, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading