24 કલાકમાં રાજ્યમાં Corona ના નવા 563 કેસ, 21નાં મોત સુરતમાં વકર્યો કોરોના

News18 Gujarati
Updated: June 22, 2020, 7:26 PM IST
24 કલાકમાં રાજ્યમાં Corona ના નવા 563 કેસ, 21નાં મોત સુરતમાં વકર્યો કોરોના
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 132 કેસ નોંધાતા અમદાવાદ બાદ કેસનો વ્યાપ વધ્યો, અમદાવાદમાં 314 કેસ

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે માજા મૂકી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વાયરસના 562 નવા કેસ નોંધાયા છે જ્યારે 560 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હવે અમદાવાદ બાદ સુરતમાં કોરોના વકર્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા છે જયારે અમદાવાદમાં 314 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે રાજ્યમાં 21 લોકોના નિધન થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં 27780 લોકો કોરોના ઝપટમાં આવી ગયા છે જ્યારે કુલ 1685 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 314 કેસ, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મેહસાણા 4, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહીસાગર 2, સાબરકાંઠા3 2, બોટાદમાં 2, ગીર સોમનાથમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 2, બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ, કચ્છ, સુરેન્ગ્રનગર, નવસારીમાં 1-1 નોંધાયા છે.

આ પણ વાંચો :  કચ્છના માંડવીમાં મેઘ તાંડવ, નદીના પૂરમાં એક જ પરિવારના 14 લોકો ફસાયા, રેસ્ક્યૂનો દિલધડક Video


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6278 કેસ એક્ટિવ છે. આ પૈકીમાં 67 લોકો વેન્ટિલેટર પર ચે જ્યારે 6211 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 19917 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1685 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં કુલ 27780 લોકો સંક્રમિત થયા છે.

આ પણ વાંચો :  સુરત : રત્નકલાકારોના કારણે corona ના કેસમાં ઉછાળો, જાણો કેમ હીરા ઉદ્યોગ બન્યા AP સેન્ટર

560 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 560 લોકો દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ 401. સુરતમાં 63, વડોદરામાં 51, મહેસાણામાં 8, આણંદ 6, અરવલ્લી 4, ગાંધીનગરમાં 4, કચ્છમાં 4, ખેડામાં 3, પંચમહાલ 3, પાટણમાં 3, નર્મદા 2, સાબરકાંઠામાં 2, અમરેલી 1, મહીસાગર 1, નવસારી 1, રાજકોટ 1, વલસાડમાં 1 દર્દી છૂટા થયા છે.
First published: June 22, 2020, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading