અમદાવાદના સેટેલાઇટમાં ધોળે દિવસે સોનીની દુકાનમાં 56 લાખની લૂંટ


Updated: January 27, 2020, 11:26 PM IST
અમદાવાદના સેટેલાઇટમાં ધોળે દિવસે સોનીની દુકાનમાં 56 લાખની લૂંટ
અમદાવાદના સેટેલાઇટમાં ધોળે દિવસે સોનીની દુકાનમાં 56 લાખની લૂંટ

સેટેલાઈટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે થઈ લૂંટ

  • Share this:
અમદાવાદ : અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી. ગ્રાહકનાં વેશમાં આવેલા બે શખ્સો વેપારીને બેભાન કરીને લાખો રૂપિયાનાં સોનાચાંદીનાં દાગીનાં લૂંટી ફરાર થઈ ગયા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલા રેવતી ટાવરમાં આવેલી આરએસ જ્વેલર્સ નામની દુકાનમાં બપોરનાં સમયે ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા બે શખ્સોએ વેપારીને વીંટી અને ચેઇન બતાવવાનુ કહી વાતોમાં ભેળવી અજુગતુ પદાર્થ સુંઘાળી બેભાન કરી દુકાનમાં 1 કિલો 400 ગ્રામ વજનનાં અંદાજે 56 લાખની કિંમતનાં સોનાનાં દાગીનાં લૂંટી ફરાર થઇ ગયા હતા.

સેટેલાઇટ પોલીસ તેમજ એસીપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે ઘટના બની તે સમયે હાજર ભૌમિક શાહે જણાવ્યું હતું કે બે શખ્સો આવ્યા ત્યારે હું દાગીના બતાવતો હતો તે સમયે અચાનક હું બેભાન થઈ ગયો હતો અને ત્યાર બાદ શું બન્યુ તે મને યાદ નથી.

આ પણ વાંચો - શું હવે અનામત બચાવો આંદોલનનું ભૂત ધૂણશે?

લૂંટની ઘટના બનતા પોલીસે દુકાનમાં સીસીટીવી તપાસ કરતા દુકાનના સીસીટીવી બંધ હોવાનુ ખુલ્યું હતું. મોટી રકમની લૂંટ થઇ હોવાથી એફએસએલ, ડોગ સ્કવોર્ડ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઇ છે. જોકે સીસીટીવી બંધ હોવાને કારણે પોલીસ આરોપીઓની ભાળ મેળવી શકી નથી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

અમદાવાદમાં પોલીસ સ્ટેશનથી આટલી નજીક ભરચક વિસ્તારમાં લૂંટની ઘટના બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે લૂંટના આરોપીઓ પોલીસનાં સંકજામાં ક્યારે આવે છે તે પણ જોવુ રહ્યુ.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर