અમદાવાદમાં શ્રાવણિયો જુગાર રમતા 54 શકુનીઓ ઝડપાયા

News18 Gujarati
Updated: August 12, 2019, 10:18 AM IST
અમદાવાદમાં શ્રાવણિયો જુગાર રમતા 54 શકુનીઓ ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસે કેસ કર્યા, વિવિધ વિસ્તારોમાં ચાલતો હતો શ્રાવણિયો જુગાર, 27 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

  • Share this:
હરમેશ સુખડિયા, અમદાવાદ : શ્રાવણ મહિનાના પહેલા સપ્તાહના અંતિમ દિવસમાં અમદાવાદ શહેર પોલીસ વિવિધ વિસ્તારોમાંથી જુગારીઓ ઝડપી પાડ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી પોલીસે કુલ 54 જુગારીઓની 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ તમામ જુગારીઓમાંના કેટલાક તો વેપારી હોવાનું સામે આવ્યું છે.

આમ તો સૌરાષ્ટ્રમાં શ્રાવણિયો જુગાર રમવાની પ્રથા વધારે છે. જો કે હવે તો શ્રાવણ માસના નામે મોટા ભાગના શહેરોમાં જુગાર રમાતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે શ્રાવણ માસના પહેલા સપ્તાહના અંતિમ દિવસે જ અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી. રવિવારનો દિવસ હોવાથી વેપારીઓ સમય પસાર કરવા માટે જુગાર રમવા બેઠા હતા. જો કે પોલીસે તેમની મજામાં ભંગ પાડ્યો. આનંદનગર પોલીસે દેવ ઓરમ બિલ્ડીંગમાંથી તીનપત્તીનો જુગાર રમતા 11 જુગારીઓની 14 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. તો નારોલ પોલીસે સોહમ રેસિડેન્સીમાં ચાર જુગારીઓની ધરપકડ કરી. જ્યારે નિકોલ પોલીસે 44 હજારના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓની ધરપકડ કરી હતી.

આ પણ  વાંચો :   દિલ્હી એઇમ્સના ડૉ.નો વડોદરાની પત્ની પર ત્રાસ કહ્યું, 'વધુ ખાઇશ તો જાડી થઈ જઈશ, શારીરિક સંબંધમાં મજા નહીં આવે'

રામોલ પોલીસે 9 જુગારીઓની 86 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. સરખેજ પોલીસે 10 જુગારીઓની 30 હજારના મુદ્દામાલ અને સોલા પોલીસે હારમોની પર્લ બંગલોમાંથી પાંચ જુગારીઓની વાહનો અને રોકડા મળી આઠ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે કૃષ્ણનગરની કૃષ્ણ ટાવર સોસાયટીમાંથી સાત જુગારીઓની પોલીસે 1.8 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોનું કહેવું છે આ વખતે જે પણ જાહેરમાં કે ઘરમાં કે ઓફિસમાં જુગાર રમતા હશે તેને બક્ષવામાં નહિ આવે અને ઉચ્ચ અધિકારીઓએ પણ વધુમાં વધુ કેસ કરવા સૂચના આપી છે.
First published: August 12, 2019
વધુ વાંચો
अगली ख़बर