રાજ્યમાં સરેરાશ 52% વરસાદ, 42 જળાશયો 50% સુધી ભરાયા

News18 Gujarati
Updated: August 3, 2019, 2:43 PM IST
રાજ્યમાં સરેરાશ 52% વરસાદ, 42 જળાશયો 50% સુધી ભરાયા
નર્મદા સરદાર સરોવર ડેમની તસવીર

3 ઓગસ્ટની સ્થિતિ મુજબ રાજયમાં સરેરાશ 52 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે 42 જળાશયો 50 ટકા સુધી ભરાઇ ચુક્યા છે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના 204 જળાશયોમાં વરસાદી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જળસંપત્તિ વિભાગનાં સૂત્રો પ્રમાણે 3 ઓગસ્ટની સ્થિતિ મુજબ રાજયમાં સરેરાશ 52 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે 42 જળાશયો 50 ટકા સુધી ભરાઇ ચુક્યા છે.

7 જળાશયો 70થી 100 ટકા ભરાયા છે

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા પાણીની આવક નોંધાઇ છે. તો બીજી તરફ 7 જળાશયો 70થી 100 ટકા ભરાયા છે. જ્યારે 15 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. 3 ઓગસ્ટ-2019 સવારે 8 કલાકની સ્થિતિએ સરેરાશ 52 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 42 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 4 જળાશયો 100 ટકા એટલે કે સંપૂર્ણ ભરાયા છે. જ્યારે 7 જળાશયો 70થી 100 ટકા તેમજ 15 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 57.08 ટકા ભરાયા છે .

જુઓ : VIDEO: ચાર દિવસ બાદ પણ વડોદરાના ઘણાં વિસ્તારો પાણીમાં

કયા જળાશયોમાં પાણીની આવક

રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 24,438, દમણગંગામાં 1,65,945 ઉકાઇમાં 44,937, શેત્રુંજીમાં 18,828, કરજણમાં 5,850 ઓઝત-વીઅર (વંથલી) માં 5,043, ઓઝત-વીઅરમાં 3,990, કડાણામાં 1,715, ઝુજમાં 1,567, વણાકબોરીમાં 1500 , વેર- 2માં 1450, આજી-2માં 1449, ઓઝત-2માં 1288 અને આજી-3માં 1194 ક્યુસેકનો સમાવેશ થાય છે.આ પણ વાંચો : વડોદરા બાદ સુરતનો વારો, ઓલપાડમાં માત્ર 5 કલાકમાં 11 ઇંચ વરસાદ

ક્યાંનાં કેટલા ટકા જળાશયો ભરાયા

ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 15.78 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 44.28 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 35.84 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 18.88 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 18.95 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 31.57 ટકા એટલે1,75,769.82 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે..
First published: August 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading