અમદાવાદના 5000 વિદ્યાર્થીઓ વિદેશ જવાની જોઈ રહ્યા છે રાહ, એડમિશન લીધું છે પણ વિઝા નથી

અમદાવાદના 5000 વિદ્યાર્થીઓ વિદેશ જવાની જોઈ રહ્યા છે રાહ, એડમિશન લીધું છે પણ વિઝા નથી
અમદાવાદના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે કયારે મળશે વિઝા?

અમદાવાદના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે કયારે મળશે વિઝા?

  • Share this:
અમદાવાદ : સ્ટુડન્ટ્સમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનો ક્રેઝ વધી ગયો છે. જેમાં કેનેડા, યુકે, યુએસએ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવાં દેશમાં જવાનું પસંદ કરી રહ્યા છે. વિદેશ માટે જઈ રહેલાં કેટલાંક વિદ્યાર્થીઓનાં વિઝા આવી ગયા છે જ્યારે કેટલાકના વિઝા આવ્યા નથી. જેને લઈને અમદાવાદના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે આખરે કયારે મળશે વિઝા?

અમદાવાદની અંકિતા અગ્રવાલ, શિવાની પંચાલ, શ્રુતિ પંચાલ અને કૃપેશ પંચાલ. ચારેય અલગ અલગ દેશમાં ભણવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. અંકિતાએ કેનેડામાં માસ્ટર ઓફ એચઆરમાં એડમિશન લીધુ છે જયારે શ્રુતિએ બીબીએ માટે, શિવાનીએ માસ્ટર ઈન ઈન્ટરનેશનલ માર્કેટિંગ જ્યારે કૃપેશે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે અભ્યાસ શરુ કર્યો છે. તમામને કેનેડા અને જયોર્જિયા માટે એડમિશન માર્ચ 2020માં લીધા હતા પરંતુ મહામારીના સમય બાદ હજુ પણ તમામ અમદાવાદમાં પોતાના ઘરમાં છે અને યુનિવર્સિટીએ આપેલાં આઈડી પાસવર્ડથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે.આ અંગે શિવાની પંચાલે કહ્યું હતું કે મેં સપ્ટેમ્બર મહિનામાં જ્યોર્જિયાની યુનિવર્સટીમાં એડમિશન લીધું હતું પરંતુ હજુ સુધી વિઝા મળ્યા નથી. ભારતમાં વિદેશ જવાના નિયમો કડક હોવાને કારણે જઈ શકાતું નથી. આ અંગે અંકિતા અગ્રવાલે કહ્યું હતું કે યુનિવર્સિટીએ અત્યારે આઇડી પાસવર્ડ આપ્યા છે અમે ફી ભરી છે એટલે ઓનલાઇન ભણીએ છીએ પરંતુ હજી સુધી કલીયર નથી કે હું ક્યારે કેનેડા જઈશ.આ પણ વાંચો - અમદાવાદઃ મુસાફરોને નહીં પરંતુ રીક્ષા ચાલકોને લૂંટતા બે ઝડપાયા, 20થી વધુ ગુના આચર્યા, ગજબની ટ્રીક વાપરતા

અમદાવાદમાં આશરે 5 હજાર વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે એડમિશન લઈને બેઠાં છે પરંતુ તેમને વિઝા મળ્યા નથી. જેની પાછળનું કારણ છે વિદેશ જવાની પરવાનગી નથી. તો કેટલાકને વિઝા મળી ગયા છે પરંતુ ફ્લાઈટ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે. વિઝા કન્સલટન્સી કંપનીનું માનવું છે કે વિદેશની યુનિવર્સિટી જાતે જ પોતાના વિદ્યાર્થીઓને ચાર્ટર દ્રારા લઈ જવા તૈયાર થઈ છે. જેમાં યુકે બાદ હવે જયોર્જિયાની યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લઈ જશે.

આ અંગે વિઝા કન્સલ્ટનસ વનિતા વ્યાસે જણાવ્યું હતું કે ભારત, નેપાળ, બાંગ્લાદેશ આ બધા દેશના વિદ્યાર્થીઓને હજુ વિઝા પ્રોસેસ માટે ઘણી મુશ્કેલી પડે છે. કોરોનાને કારણે વિદેશમાં ઘણું કડક છે. જો બહારથી જાવ તો 14 દિવસ ક્વૉરન્ટાઇન થવું પડે. સિંગાપુરમાં તો 2000 ડોલરમાં તમારે તમારા ખર્ચે ક્વૉરન્ટાઇન રહેવું પડે છે અને જો એ દરમિયાન તમારો કોન્ટેક સરકારના કરી શકે છે તો તમને શોધી ને 900 ડોલર થી 9000 ડોલર સુધીનો દંડ ભરીને પરત મોકલે છે. હાલ યુકે અને કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે પરંતુ તેની પ્રોસેસ ધીમી છે.
Published by:Ashish Goyal
First published:January 29, 2021, 16:01 pm

ટૉપ ન્યૂઝ