અમદાવાદની 50% શાળાઓ પાસે ફાયર NOC નથી, શું સરકારી ખાતાની આળસ છે કારણ?

અમદાવાદની 50% શાળાઓ પાસે ફાયર NOC નથી, શું સરકારી ખાતાની આળસ છે કારણ?
શિક્ષણ કચેરી

શિક્ષણ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે આ શાળાઓએ ફાયર NOC માટે પ્રક્રિયા તો કરી દીધી છે પણ મળી નથી જેનો સીધો મતલબ છે કે ક્યાં ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ માંથી NOC મળવામાં મોડું થઈ રહ્યું છે.?

  • Share this:
અમદાવાદ, આમ તો શહેરમાં જ્યારે આગની મોટી ઘટના સામે આવે છે ત્યારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર NOC નો મુદ્દો ચર્ચામાં આવે છે પછી પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. સુરતમાં તક્ષશિલા અગ્નિ કાંડ ઘટનાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં અમદાવાદમાં આજેય 50 ટકા શાળાઓમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ છે. કારણ કે શહેરની અડધા ઉપરની શાળાઓ હજુ પણ ફાયર NOCની રાહ જોઈ રહી છે.

શિક્ષણ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે આ શાળાઓએ ફાયર NOC માટે પ્રક્રિયા તો કરી દીધી છે પણ મળી નથી જેનો સીધો મતલબ છે કે ક્યાં ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ માંથી NOC મળવામાં મોડું થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં 1 હજારથી વધુ શાળાઓ છે. જેમાંથી 542 શાળાઓમાં ફાયર NOCનો અભાવ છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 914 શાળાઓ માંથી 197 શાળાઓની NOC બાકી છે. તથા 220 શાળાઓની NOC પ્રક્રિયા પ્રોસેસમાં છે.આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સુપરિટેનડેન્ટ ભરતસિંહ ગોહિલ અને ગ્રામીણ અધિકારી વિમલ શર્મા જણાવે છે કે જ્યારે આગની ઘટના ધ્યાને આવે ત્યારે સરકારના આદેશ અનુસાર શાળાઓને ફાયર NOC લેવાની સૂચના આપેલી છે. જે શાળાઓ પાસે ફાયર NOC નથી તેઓએ NOC લેવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે.

NOC મેળવવામાં જેટલો વિલંબ થાય તે થઈ રહ્યો છે. મહત્વનું છે કે દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો શાળાઓને ફાયર NOC મેળવવા પ્રક્રિયા કરવા છતા હજુ સુધી નથી મળ્યું. શાળાઓને પણ NOC ક્યારે મળશે તે ખબર નથી. જ્યારે પણ આગની ઘટના બને છે ત્યાર બાદ ફાયર સેફટી વિનાની શાળાઓ, બિલ્ડીંગમાં ફાયર સેફટી ચકાસવાનું નાટક થાય છે અને એ મુદ્દો શાંત પડી જતા ફાયર સેફટીની વાત ભુલાઈ જાય છે.

વધુ વાંચો : કુંડળી ભાગ્યની 'પ્રીતા'એ શેર કરી તેવી બોલ્ડ તસવીરો કે ફેન્સ બોલ્યા- 'Too Much'

સુરતના તક્ષશિલા કાંડની ઘટનાને દોઢ વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી શાળાઓ અને ટયુશન ક્લાસીસમાં ફાયર સેફટી અને NOC ફરજીયાત કરવાના આદેશ કરાયા હતા તેમ છતાં અડધા ઊપરની શાળાઓ હજુએ NOC માટે રાહ જોઈ રહી છે.

હવે જ્યારે નારોલના અગ્નિ કાંડની ઘટના બાદ ફરી શાળાઓમાં ફાયરસેફટીનો મુદ્દો પ્રકાશ માં આવ્યો છે.
Published by:Chaitali Shukla
First published:November 07, 2020, 16:12 pm

ટૉપ ન્યૂઝ