બિન અનામત વર્ગને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ

News18 Gujarati
Updated: February 22, 2019, 7:30 PM IST
બિન અનામત વર્ગને વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ, 45 વર્ષ સુધી મળશે લાભ
ફાઇલ તસવીર

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય અંતર્ગત સરકારી નોકરીઓમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ મળશે, આ નિર્ણયથી 45 વર્ષની ઉંમર સુધીના લોકોને છૂટછાટ મળશે.

છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર અને બિન અનામત વર્ગના લોકો વચ્ચે ચર્ચા કરવામાં આવી રહી છે, આ માટે અનામત આયોગે સરકાર સમક્ષ માગણી કરી હતી કે SC, STની જેમ બિન અનામત વર્ગના ઉમેદવારોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઇએ, સાથે રજૂઆત કરવામાં આવી કે જો 10 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ આપવી જોઇએ.

અહીં ક્લિક કરી વાંચોઃ ઘરમાં બેસી દારૂ પીવો એ ગુનો ગણાય ?

ભલામણને ધ્યાને રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ નવો નિયમ સરકારની આવનારી જાહેરાતોમાંથી જ લાગુ કરાશે. એટલે તે તેનો અમલ 01-01-2019થી કરવામાં આવશે.
First published: February 22, 2019, 5:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading