દિલ્હીમાં કૉંગ્રેસનું 'ભારત બચાવો' સંમેલન યોજાશે, ગુજરાતના 5 હજાર કાર્યકરો જશે

News18 Gujarati
Updated: November 17, 2019, 10:56 AM IST
દિલ્હીમાં કૉંગ્રેસનું 'ભારત બચાવો' સંમેલન યોજાશે, ગુજરાતના 5 હજાર કાર્યકરો જશે
દિલ્હીમાં, મંદી, મોધવારી, અત્યાચારો, ભ્રષ્ટચાર, ફી માફિયા અને ભુ માફિયાથી દેશને બચાવા માટે આ જન આંદોલનની શરુઆત કરાશે : ધાનાણી

દિલ્હીમાં, મંદી, મોધવારી, અત્યાચારો, ભ્રષ્ટચાર, ફી માફિયા અને ભુ માફિયાથી દેશને બચાવા માટે આ જન આંદોલનની શરુઆત કરાશે : ધાનાણી

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિય ગાંધીની આગેવાનીમાં મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાંથી કૉંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હી ખાતે એકત્ર થશે. અને મોદી સરકાર સામે ભારત બચાવો આંદોલનનું રણશીગ ફુકશે. જેમાં ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને 5 હજાર કાર્યકર્તાઓ દિલ્હી જશે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું, કે સોનિય ગાંધીની અધ્યક્ષતામાં તમામ રાજ્યના પ્રમુખ, વિપક્ષ નેતા અને પ્રભારી સહિત રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી.જેમાં આગામી 30 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ મહા રેલીનું આયોજન કરાયુ છે. જેમાં દેશના બધા રાજ્યમાંથી હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ હાજર રહેશે.

આ પણ વાંચો : આજે બિનસચિવાલય ક્લાર્કની 3700 જગ્યા માટે 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

વધુમાં જણાવ્યુ હતું, કે ભારત બચાવો ના સુત્ર સાથે દિલ્હીમાં, મંદી, મોધવારી, અત્યાચારો, ભ્રષ્ટચાર, ફી માફિયા અને ભુ માફિયાથી દેશને બચાવા માટે આ જન આંદોલનની શરુઆત કરાશે.

આ પણ વાંચો :  દિલ્હીમાં BJP સાંસદ ગૌતમ ગંભીરના ગુમ થયાનાં પોસ્ટર લાગ્યા, લખ્યું- 'તમે ક્યાંય જોયા છે?'

પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યુ હતું, કે ગુજરાતમાં પણ એક મોટુ સંમેલન ભાજપ સરકારની ખોટી નીતિઓ સામે કરવામાં આવશે. 24 અથવા 25 નવેમ્બરના રોજ સંમેલન કરાશે. જેમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, અને પ્રભારી રાજીવ સાતવ હાજર રહેશે.
First published: November 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading