અમદાવાદઃ એક્ટિવા ઉપર જતા વેપારી પાસેથી 5 કિલો સોનાના દાગીનાની થઇ લૂંટ

News18 Gujarati
Updated: June 12, 2018, 12:04 AM IST
અમદાવાદઃ એક્ટિવા ઉપર જતા વેપારી પાસેથી 5 કિલો સોનાના દાગીનાની થઇ લૂંટ
અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. સોમવારે સાંજના સમયે શહેરના શહેરકોટડા વિસ્તારમાં આ ઘટના બની છે.

અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. સોમવારે સાંજના સમયે શહેરના શહેરકોટડા વિસ્તારમાં આ ઘટના બની છે.

  • Share this:
અમદાવાદમાં સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો છે. સોમવારે સાંજના સમયે શહેરના શહેરકોટડા વિસ્તારમાં આ ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે સોનાનો એક વેપારી એક્ટિવા ઉપર પાંચ કિલો સોનાના દાગીના ભરેલી બેગ લઇને નોબલનગરથી માણેકચોક જતો હતો ત્યારે શહેરકોટડા વિસ્તારમાં અજાણ્યા બાકી ચાલકો આવીને વેપારી પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. વેપારી કંઇ સમજે તે પહેલાજ પાંચ કિલો સોનાના દાગીના લઇ અજણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. જોકે, વેપારીએ આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદના પગલે પોલીસે લૂંટારુઓને પકડવાની તજવીજ હાથધી છે. આ કેસમાં પોલીસ આરોપીઓને પકડવા માટે લૂંટના સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરા પણ તપાસી શકે છે.

જૂનાગઢમાં થઇ હતી 5.70 કરોડ રૂપિયાના સોનાની લૂંટ

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢથી ૧૮ કિલોમીટર દૂરના વડાલ પાસે ૫.૭૦ કરોડ રૂપિયાની કિંમતના સોનાની લૂંટ થયાનું બહાર આવતાં સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢના જાણીતા જવેલર એવા નટુભાઇ ચોક્સીની પેઢી માટે અમદાવાદથી સોનું લઇને ડ્રાયવર અને કર્મચારી જૂનાગઢ આવી રહ્યા હતા ત્યારે કારમાં આવેલા પાંચ ઈસમો છરીની અણીએ લૂંટ ચલાવીને નાસી ગયા હતા. સાંજે દીપક નટુભાઇ ચોક્સીએ પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ૫.૭૦ કરોડના સોનાની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

જૂનાગઢના ગાંધીધામમાં રહેતા ચોક્સી પરિવારના સી.વી.એમ. જવેલર્સ માટે પેઢીનો કર્મચારી મિલન અને ડ્રાયવર ગૌતમ અમદાવાદ બેંકમાંથી સોનું લઇને જૂનાગઢ આવતા હતા ત્યારે બપોરે ૧ થી ૧.૧૫ના અરસામાં સફેદ સ્વીફટ કારમાં ડેરવાણ રોડ પરથી ઘસી આવેલા પાંચ શખ્સે એમની જીજે ૧૧ એસ ૭૯૯૦ નંબરની કારને ઓવરટેક કરીને આંતરી હતી.

કાર ઊભી રખાવી ૪ શખ્સો આ ડ્રાયવર-કર્મચારી પાસે ધસી ગયા હતા અને છરી બતાવી ધમકી આપી પાછલી સીટમાંથી ૧૮ કિલો સોનું લૂંટી સફેદ સ્વીફટમાં ફરી ડેરવાણ માર્ગે પલાયન થઇ ગયા હતા. ડઘાયેલા ડ્રાયવર કર્મચારીએ પેઢી માલિકને અને તેમણે પોલીસને જાણ કરતાં નાકાબંધી કરાવીને તલાશ આદરવામાં આવી હતી પરંતુ એ વર્ણનવાળી કોઇ કાર પોલીસને હાથ લાગી ન્હોતી.
First published: June 12, 2018, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading