રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 495 નવા કેસ, 700 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો, 24 કલાકમાં 495 નવા કેસ, 700 દર્દી સાજા થયા
પ્રતિકાત્મક તસવીર

જાણો રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા કેસ ક્યા જિલ્લામાં કેટલી સંખ્યામાં, કેટલા દર્દીઓ થયા સાજા

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં 18મી જાન્યુઆરીએ સાંજે નોંધાયેલાઆંકડા મુજબ કોરોના વાયરસના (Gujarat Corona cases) કેસમાં સતત ઘટાડા સાથે ફક્ત 495 નવા કેસ હૉસ્પિટલમાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 700 દર્દીઓ સાજા થયા છે જ્યારે 2 દર્દીનાં દુ:ખદ મોત થયા છે. કોરોના વાયરસની સામે શરૂ થયેલા રસીકરણ પહેલાથી જ રાજ્યમાં કોરોના જાણે પાછા પગલે હોય તેવું જણાઈ રહ્યું છે. 24 કલાકમાં નવા કેસની સંખ્યા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઉમેરાતા કુલ 2,45, 807 દર્દી સાજા થયા છે.

    રાજ્યમાં આજે અમદાવાદમાં 101, સુરતમાં 94, વડોદરામાં 98, રાજકોટમાં 73, દાહોદમાં 16, કચ્છમાં 13, જૂનાગઢમાં 13, ગાંધીનગરમાં 15, ખેડામાં 7, આણંદમાં 6, મોરબીમાં 6, સાબરકાંઠામાં 5, ગીરસોમનાથમાં 5, જામનગરમાં 7, મહરેસાણામાં 4, પાટણમાં 4, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પંચમહાલમાં 3, ભાવનગરમાં 3, મહીસાગરમાં 1, નર્મદામાં 1, પોરબંદરમા, સુરેન્દ્રનગર, તાપીમાં 1-1 વલસાડમાં 1 કેસ નોંધાયા છે.



    આ પણ વાંચો : અમદાવાદ : 50 છોકરીઓની જિંદગી બગાડનાર રોમિયો ઝડપાયો, અનેક રાજ્યોની છોકરીઓને ફસાવી

    રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 170, સલ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે જ્યારે સુરતમાં 75, વડોદરા શહેરમાં 43, રાજકોટ શહેરમાં 58, વડોદરા શહેરમાં 43 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 2 દર્દઓનાં મોત થયા છે તેની સાથે કુલ આંકડો 4367 થયો છે.

    હાલમાં કોરોનાના વેક્સિનેશનની વચ્ચે અને ઘટડા આંકડાની વચ્ચે પણ રાજ્યમાં 4,67, 557 વ્યક્તિઓ ક્વૉરન્ટાઇન છે જે પૈકીના 4,67,430 વ્યક્તિઓ પોતાના ઘરમાં ક્વોરન્ટાઇન છે જ્યારે 127 વ્યક્તિઓ સરકારની ફેસિલીટીમાં ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : સુરત : 'તું 25 દેગા કે 30, ભાઈ કો પૈસા નહી દીયા તો તેરી ગેમ કર ડાંલેગે,' ખંડણીની વધુ એક ફરિયાદ આવી

    દેશમાં અત્યાર સુધીમાં 447 લોકોમાં જોવા મળી કોરોના વેક્સીનની સાઇડ ઇફેક્ટ, 3 હૉસ્પિટલમાં દાખલ
    Published by:Jay Mishra
    First published:January 18, 2021, 19:48 pm

    ટૉપ ન્યૂઝ