અમદાવાદ: અમદાવાદની હોસ્પિટલમાં (Hospital) બીયુ પરમિશનનો (BU Permission) મામલો ફરી સામે આવ્યો છે. ગત 31મે સુધીમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા અમદાવાદની 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશનએ (Ahmedabad Hospitals and Nursing Homes Association) માંગ કરી છે. જો આગામી શુક્રવાર સુધીમાં નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ - સી રજીસ્ટ્રેશન ન થતા અમદાવાદ શહેરમાં 450 હોસ્પિટલના રજીસ્ટ્રેશન અટક્યા છે. BU પરમિશન મામલે હોસ્પિટલઓના સી ફોર્મ રજિસ્ટ્રેશન અટવાયા છે. જેના પગલે આહના દ્વારા તાત્કાલિક બીયુ વગર અન્ય શરતોના પાલન સાથે સી - ફોર્મનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.
કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી શનિવારે તમામ મેડિકલ ફેસિલિટી અમદાવાદ શહેરમાં બંધ કરાશે તેવું આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું છે. તેઓએ જણાવ્યું કે 1949 થી 2021 સુધી રજીસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવતા રહ્યા છીએ પરંતુ આ વખતે બીયુ પરવાનગી ફરજિયાત કરી દેવાતા સમસ્યા ઉભી થઈ છે. નર્સિંગ હોમ્સને રજીસ્ટ્રેશન તેના સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલીફીકેશનની ચકાસણી બાદ આપવામાં આવતું હોય છે.
જેના માટે ક્યારેય બીયુ પરમિશનની જરૂરિયાત ઊભી કરવામાં આવી ન હતી. અમદાવાદમાં અન્ય સેવાઓ માટે આવા રજિસ્ટ્રેશનની જરૂર હોતી નથી રેસ્ટોરન્ટ માટે આવા નિયમો કોરાણે મૂકી મંજૂરી આપવામાં આવે છે. જો શહેરમાં 450થી વધુ નર્સિંગ હોમ્સ બંધ થાય તો આગામી દિવસમાં આરોગ્ય સેવાઓ મોંઘી બનશે. સરકાર આ રીતે વલણ અપનાવશે તો ભવિષ્યમાં 900 જેટલા નર્સિંગ હોમ્સ બંધ થઈ શકે છે.
દર્દીઓની સુરક્ષા માટે અમે પ્રતિબદ્ધ છે, ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર NOCમાં કોઈ પણ બાંધછોડ અમે પણ રાખવા માંગતા નથી. સમગ્ર રાજ્યમાંથી બીયુના નિયમો સમાન રીતે લાગુ પડે એ માટે સરકારને અપીલ કરીએ છીએ. શહેરની તમામ ઈમારતો પર બીયુને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો અમે પણ એ નિયમોનું પાલન કરવા બંધ કરતા રહીશું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર