અમદાવાદ: રિવરફ્રન્ટ પર એક્ટિવામાંથી દોઢ કિલો સોનું મળ્યું, એકની અટકાયત

News18 Gujarati
Updated: December 26, 2018, 11:02 AM IST
અમદાવાદ: રિવરફ્રન્ટ પર એક્ટિવામાંથી દોઢ કિલો સોનું મળ્યું, એકની અટકાયત
પ્રતિકાત્મક તસવીર

ઝડપાયેલ સોનાની કિંમત આશરે 45 લાખ જેટલી છે. આ વ્યક્તિ પાસે સોનું વેચાતુ લેવાનું કોઇ બિલ પણ મળ્યું ન હતું.

  • Share this:
અમદાવાદમાં સહિત રાજ્યભરમાં 31મી ડિસેમ્બરનાં કારણે પોલીસ વધારે સતર્ક બની છે અને બધા શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહી છે. ત્યારે શહેરનાં રિવરફ્રન્ટ પરથી દેવલ શાહ નામના વ્યક્તિ પાસેથી એક્ટિવામાંથી દોઢ કિલો સોનાનો જથ્થો મળ્યો છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે જાણવા જોગ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલામાં મળતી માહિતી પ્રમાણે રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે આ મામલામાં જાણવા જોગ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે દેવલ શાહ નામના વ્યક્તિ પાસેના એક્ટિવામાંથી દોઢ કિલો સોનું ઝડપાયું છે. જેની કિંમત આશરે 45 લાખ જેટલી છે. આ વ્યક્તિ પાસે સોનું વેચાતુ લાવવાનું કોઇ બિલ મળ્યું ન હતું.

જુઓ :VIDEO: સુરત: કિરણ જવેલ્સનાં ગોડાઉનમાં દોઢ કરોડનાં સોનાની ચોરી થતા ચકચાર

જાણવા મળ્યું છે કે ઝડપાયેલ દેવલ શાહ નિર્ણયનગરનાં માધવબાગનો નિવાસી છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલા સિંગાપોરથી દિલ્લી જઈ રહેલા એક પ્લેનમાંથી 8 કિલો વજન ધરાવતું 2.8 કરોડનું સોનું મળ્યું હતું. આ સોનું પ્લાસ્ટિકની બેગમાં સીટની નીચે રાખવામાં આવ્યું હતું. ચેન્નાઈ એરપોર્ટના અધિકારીને તપાસ દરમ્યાન આ સોનું મળી આવ્યું હતું.એરપોર્ટના અધિકારીના કહ્યા પ્રમાણે આટલા કરોડનું સોનું પ્લાસ્ટિકની બેગમાં સીટની નીચે રાખેલું હતું.

જુઓ : VIDEO: સુરેન્દ્રનગરમાં જ્વેલર્સની દુકાનમાં લાખોના ઘરેણાંની ઉઠાંતરી
First published: December 26, 2018, 10:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading