અમદાવાદ: ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR) તરફથી લોકસભા 2019નાં 539 સાંસદોના સોગંદનામાંનો વિશ્લેષણાત્મક અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેલોરની ચૂંટણી કેન્સલ થઈ અને અન્ય 3 સાંસદોના સોંગંદનામાં સરખી રીતે સ્કેન ન થવાના કારણે ઉપલબ્ધ થયા નથી. તેથી તેમનું વિશ્લેષણ થઇ શક્યુ નથી.
17મી લોકસભામાં ચૂંટાયેલા 539 સાંસદોમાંથી 233 (43%) સાંસદો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. 2014 માં 234 (34%) MP સામે ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે 2009 માં 162 (30%) MP ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા.
આ અહેવાલ પ્રમાણે, 2019માં ચૂંટાયેલા ગુનાઇત ઇતિહાસ વાળા 233 MP માંથી 159 (29%) ગંભીર ગુનાઓ નોંધાયેલ છે. આ સંખ્યા 2014માં 112 (21%) અને 2009માં 76 (14%) હતી.
આ ગુનાઓ બળાત્કાર, ખૂન, ખૂનનો પ્રયાસ અપહરણ, મહિલાઓ સામે અત્યાચાર વગેરે પ્રકારના છે. એટ્લે દિવસે દિવસે વધુ ને વધુ ગુનાઇત ઇતિહાસ વાળા ઉમેદવારો ચૂંટણી જીતે છે.
ADR તરફથી હાથ ધરવામાં આવેલા અન્ય એક સર્વે માં જણાયું હતું કે, લોકોને ખ્યાલ હોતો નથી કે તેમના સાંસદ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.
સર્વોચ્ચ અદાલત ના આદેશ અનુસાર ઉમેદવારોએ 3 વખત તેમની સામેના ગુનાઓ વિશે જાહેરાત આપીને મતદારોને માહિતગાર કરવું ફરજિયાત છે. તેમજ પક્ષ તરફથી તેમની વેબસાઇટ પર પણ આવા ઉમેદવારોની યાદી મૂકવી ફરજિયાત છે. પણ ચૂંટણી પંચતરફથી આ અંગે કોઈ મોનિટરિંગ ની વ્યવસ્થા ન હોવાના કારણે તાજેતરનાં ચૂંટણી દરમ્યાન તેનું પાલન થતું નથી.
ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારના જીતવાના શક્યતા 15.5 % છે, જ્યારે સ્વછછબી વાળા ઉમેદવારોના જીતવાની શક્યતા માત્ર 4.7% છે.
જીતેલા કુલ સાંસદ માંથી 475 (88%) કરોડપતિ સાંસદ છે. 2014 આ સંખ્યા 443 (82%) જ્યારે 2009 માં 315 (58%) MP કરોડપતિ હતા. આ ટકાવારી પણ દિવસે ને દિવસે વધતી જાય છે. 2019માં ચૂંટાયેલા કુલ સાંસદોની સરેરાશ મિલકત 20/93 કરોડ છે.
આ સિવાય, કુલ સાંસદોમાંથી 77(14%) મહિલા સાંસદો છે. 2014ની ચૂંટણીમાં 62 (11%) મહિલાઓ ચૂંટણી જીતી હતી જ્યારે 2009માં 59 (11%) મહિલા ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. આ દર્શાવે છે કે વધુ ને વધુ મહિલાઓ ચૂંટણી જીતે છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર