રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં જ 4,265 બાળકો કુપોષણનો શિકાર!

News18 Gujarati
Updated: September 27, 2019, 1:01 PM IST
રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં જ 4,265 બાળકો કુપોષણનો શિકાર!
પ્રતિકાત્મક તસવીર

જિલ્લાના 81,420 બાળકોના આરોગ્યની તપાસ દરમિયાન 4,265 બાળકો કુપોષિત જણાયા હતા.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં 4,265 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. મહત્વનું છે કે રાજય સરકારના કુપોષણ નિર્મુલન કાર્યક્રમના ભાગરૂપે આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોનું વજન, ઊંચાઈ, હાથનું માપ સહિત તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર સમક્ષ ચોંકાવનાર તથ્યો બહાર આવ્યા છે. જેની રાજય સરકારે ગંભીર નોંધ લીધી છે.

આખું ગુજરાત ગાંધીનગર માટે ગૌરવ લઇ શકે તે પ્રકારે વહીવટી તંત્રએ કામ કરવું જોઈએ. પરંતુ દુઃખની વાત છે કે, રાજય માટે રોલ મોડલ ગણાતા ગાંધીનગરમાં જ 4 હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. કુપોષણને નાથવા માટે સરકાર ગમે તેટલા બણગા ફૂંકતી હોય પણ તાજેતરમાં જ આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે.

જિલ્લાના 81,420 બાળકોના આરોગ્યની તપાસ દરમિયાન 4,265 બાળકો કુપોષિત જણાયા હતા. જેમાંથી 736 જેટલા બાળકોનો અતિકુપોષિત કક્ષામાં સમાવેશ થાય છે. આવા બાળકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્તિ ન્યૂટી આહાર આપવામાં આવશે. જેમાં બાળકોને જરૂરી એવા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે તે પ્રકારનો ખોરાક તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે ગાંધીનગર જિલ્લામાં 162 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

આગામી સમયમાં ગાંધીનગર જિલ્લામાં એક પણ બાળક કુપોષણનું શિકાર ન બને તે માટે 303 ગામડા અને 1068 આંગણવાડીઓને કુપોષણ નાબૂદી માટેની કીટ અપાઈ છે. આ કીટ સર્ગભા માતાને આપવામાં આવશે, જેથી કુપોષિત બાળકનો જન્મ ન થાય.
First published: September 27, 2019, 1:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading