4200 ગ્રેડ પે અંગે CM રૂપાણીનો મોટો નિર્ણય, 25/6/2019નો પરિપત્ર રદ, શિક્ષકોની જીત

4200 ગ્રેડ પે અંગે CM રૂપાણીનો મોટો નિર્ણય, 25/6/2019નો પરિપત્ર રદ, શિક્ષકોની જીત
આ નિર્ણયના પગલે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા 65000 શિક્ષકોને થશે લાભ

આ નિર્ણયના પગલે પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા 65000 શિક્ષકોને થશે લાભ

 • Share this:
  CM રૂપાણીએ (Vijay Rupani) રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના અગાઉ મળતા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ શિક્ષણ વિભાગના તા.25-6-2019ના (4200 Grade pay) પત્રના કારણે બંધ થયેલ હોવાની રજૂઆતોને સંવેદનાપૂર્વક ધ્યાને લઇને મંગળવારે રૂપાણીના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ રૂપાણી, શિક્ષણ CM રૂપાણી, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે અને શિક્ષણ વિભાગના સચિવો તથા ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં વિશદ ચર્ચા-વિચારણાઓ હાથ ધરી હતી.

  CM રૂપાણીએ આ ફળદાયી ચર્ચા-પરામર્શના અનુસંધાને આપેલી સૂચનાઓ અનુસાર શિક્ષણ-વિભાગનો તા.રપ જૂન-ર૦૧૯નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદઅનુસાર હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેમ CM રૂપાણીઓએ જણાવ્યું હતું.  આ પણ વાંચો :  અમદાવાદ : BRTS બસને નડ્યો વિચિત્ર અકસ્માત, પીલર સાથે ટક્કર બાદ બસના બે ફાડિયા થઈ ગયા!

  આખરે મામલો શું હતો?

  અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે તા.25-6-2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલ પત્ર તા.16 જુલાઇ-2020થી સ્થગિત કરેલો હતો. CM વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ પત્ર મૂળ અસરથી રદ કરવાની સૂચનાઓ રૂપાણીએ આપી છે.

  આ પણ વાંચો :  સુરત : 'ઇસકો માર ડાલતે હે' કહી યુવક પર ફાયરિંગ કર્યુ, પાંચ શખ્સોએ ચાકુનાં ઘા ઝીંક્યા

  આ નિર્ણયથી શું થશે?

  CM રૂપાણીઓએ વધુમાં જણાવ્યું કે, હવે આના પરિણામે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે. CM રૂપાણી શિક્ષણ વિભાગને નાણાં વિભાગ તથા સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શમાં રહિને આ નિર્ણયના સત્વરે અમલ માટેની જરૂરી કાયદાકીય-વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપી છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published:December 09, 2020, 17:26 pm

  ટૉપ ન્યૂઝ