Home /News /madhya-gujarat /

સંચાલકો સાવધાન! અમદાવાદમાં હજુ 41 શાળાઓ પાસે fire NOC નથી : DEOએ તૈયાર કર્યું લિસ્ટ

સંચાલકો સાવધાન! અમદાવાદમાં હજુ 41 શાળાઓ પાસે fire NOC નથી : DEOએ તૈયાર કર્યું લિસ્ટ

ફાયર એનઓજી વગરની સ્કૂલોનું લિસ્ટ તૈયાર

Ahmedabad news: ફાયર NOCની (fire NOC) વાત પર પાણી ફરી વળે હાલમાં જ AMCએ 15 શાળાઓ પાસે ફાયર NOC નહિ હોવાને લીધે સીલ માર્યું છતાં શાળાના સંચાલકો (school) સુધર્યા નથી.

અમદાવાદ: છાશવારે આગ અકસ્માતની ઘટના (accident case) બને ત્યારે શાળામાં ફાયર NOCનો મુદ્દો સામે આવે. અને ફરી મુદ્દો શાંત થાય એટલે ફાયર NOCની (fire NOC) વાત પર પાણી ફરી વળે હાલમાં જ AMCએ 15 શાળાઓ પાસે ફાયર NOC નહિ હોવાને લીધે સીલ માર્યું છતાં શાળાના સંચાલકો (school) સુધર્યા નથી.

અમદાવાદમાં હજુ પણ 41 શાળાઓ એવી છે જેની સામે કોઈપણ સ્મયર AMC કાર્યવાહી કરી શકે છે. કારણ કે આ 41 શાળાઓ પાસે ફાયર NOC નથી. અનેકવાર તાકીદ કરવા છતાં ફાયર NOC નહિ લેનારનું લિસ્ટ હવે DEOએ તૈયાર કર્યું છે. જેમની સામે શુ કાર્યવાહી કરવી તેનું માર્ગદર્શન સરકાર પાસે માંગવામાં આવશે.

રાજ્યમાં હજી પણ 229 કરતા વધુ સ્કૂલોમાં ફાયર એન.ઓ.સી નથી તેવું હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી રીટની સુનાવણીમાં સામે આવ્યું છે તો બીજી તરફ અમદાવાદમાં હજી પણ 41 જેટલી શાળાઓએ ફાયર એન.ઓ.સી મેળવવાની બાકી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં કરુણ ઘટના! Valentine's Day પર જ યુવક-યુવતીનું અકસ્માતમાં મોત, છ મહિના પહેલા થઈ હતી સગાઈ

અમદાવાદ શહેરના ઈન્ચાર્જ ડી.ઈ.ઓ હિતેન્દ્ર સિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદની 41 જેટલી શાળાઓમાં હજી ફાયર એન.ઓ.સી નથી. આ તમામ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. સાથે જ આ યાદી સરકારને મોકલવામાં આવી છે અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જાહેરાતોથી ચેતજો! ક્રૂઝમાં મુંબઈથી ગોવા જવાનું પરિવારને રૂ.2.79 લાખમાં પડ્યું

રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવશે તે મુજબ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  મહત્વનું છે કે બે દિવસ અગાઉ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરની 15 શાળાઓને સીલ મારી દીધા છે. અને હજુ પણ કાર્યવાહી ફાયર વિભાગે ચાલુ રાખી છે. તેવામાં DEOએ યાદીમાં 41 શાળાઓનાં નામ સામે આવ્યા છે.

આવી શાળાઓ વિધાર્થીના જીવ સાથે ચેડાં કરી રહી છે. જો આગામી દિવસોમાં આ શાળાઓ પણ ફાયર NOC નહિ મેળવે તો સીલ થયેલી શાળાઓનો આંકડો વધશે. હવે જ્યારે હાઇકોર્ટે હોસ્પિટલ સામે પણ લાલઆંખ કરી છે ત્યારે હોસ્પિટલની સાથે વધુ શાળાઓને સીલ વાગે તો નવાઈ નહીં.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Fire NOC, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन