ડિસેમ્બરમાં પ્રદેશ ભાજપ 41 જિલ્લા અને 8 મહાનગરના જિલ્લા પ્રમુખો-મહામંત્રીઓની જાહેરાત થશે

News18 Gujarati
Updated: November 19, 2019, 5:41 PM IST
ડિસેમ્બરમાં પ્રદેશ ભાજપ 41 જિલ્લા અને 8 મહાનગરના જિલ્લા પ્રમુખો-મહામંત્રીઓની જાહેરાત થશે
પ્રતિકાત્મક તસવીર

પ્રદેશ ભાજપમાં હાલ સંગઠ પર્વ ચાલી રહ્યું છે. દર ત્રણ વર્ષે થતા આ સંગઠપર્વ અંતર્ગત મંડળથી લઈ પ્રદેશ સુધીના માળખામાં નવી નિમણુકો કરવામાં આવે છે

  • Share this:
અમદાવાદ: પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અંતર્ગત મંડળ પ્રમુખોની વર્ણીની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે હવે પ્રદેશ સંગઠન દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની કામગીરી માટે પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. ત્રણ-ત્રણ સભ્યોની નિરીક્ષકની ટીમ બનાવી ચાર ઝોન પ્રમાણે ચાર ટિમો દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો ડિસેમ્બરના પ્રથમ માસમાં જિલ્લા પ્રમુખોની જાહેરાત થવાની શકયતા છે.

પ્રદેશ ભાજપમાં હાલ સંગઠ પર્વ ચાલી રહ્યું છે. દર ત્રણ વર્ષે થતા આ સંગઠપર્વ અંતર્ગત મંડળથી લઈ પ્રદેશ સુધીના માળખામાં નવી નિમણુકો કરવામાં આવે છે. તેજ અંતર્ગત પ્રદેશ ભાજપના તમામ મંડળની નિયુક્તિની કામગીરી પૂર્ણ થઈ છે. હવે જિલ્લા અને મહાનગરોના પ્રમુખ મહામંત્રીઓ માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ચાર ઝોન પ્રમાણે ચાર નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

જો ઝોન પ્રમાણે નિરીક્ષકોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ ઝોનમાં ગોરધન ઝડફિયા, હર્ષદગીરી ગૌસ્વામી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા નિરીક્ષક તરીકે ગયા છે. જ્યારે મધ્યગુજરાત ઝોનમાં શબ્દસરણ બ્રહ્મભટ્ટ, ભાર્ગવ ભટ્ટ, જસવંત સિંહ ભાંભોર નિરીક્ષક તરીકે ગયા છે. તેવીજ રીતે ઉતર ગુજરાત ઝોનમાં ભરત પંડ્યા, આર.સી.ફળદુ, કે.સી.પટેલ નિરીક્ષક તરીકે ગયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કૌશિક પટેલ, ગણપત વસાવા, ભરતસિંહ પરમારને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે.

આ તમામ ઝોનના નિરીક્ષકોએ 41 જિલ્લા અને 8 મહાનગરોના કાર્યકરોની સેન્સ એ 22 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરશે. ત્યાર બાદ પ્રદેશ ભાજપ ખાતે સંકલ બેઠકમાં તમામ જિલ્લા પ્રમુખો અને મંત્રીઓના નામ અંગે ચર્ચા કરશે. ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં તમામ જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની વર્ણી કરવામાં આવશે. ત્યાર બાદ પ્રદેશ સંગઠન માટે રાષ્ટ્રીય કક્ષાએથી નિરીક્ષકોની ટીમ આવેશે. જે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ હોદેદારોની નવી નિમણૂક અંગે સેન્સ મેળવશે.
First published: November 19, 2019, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading