Home /News /madhya-gujarat /રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડોઃ કુલ 408 કેસ, 216 સારવાર હેઠળ, 182ને રજા અપાઈ

રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડોઃ કુલ 408 કેસ, 216 સારવાર હેઠળ, 182ને રજા અપાઈ

પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધીમાં 408 લોકોને સ્વાઈન ફલૂની અસર, જેમાંથી હાલ 216 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 182 લોકોને સારૂ થઈ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયો છે.

    ફરિદખાન પઠાણ/ હિમાંશુ વોરા

    અમદાવાદ: એચ1એન1 એટલે કે સ્વાઇન ફ્લૂને હવે રાજ્યના આરોગ્ય વિભાગે નવું નામ આપ્યું છે. સ્વાઇન ફ્લૂ હવે 'સિઝનલ ફ્લૂ' કહેવામાં આવશે. આ સાથે હવે સિઝનલ ફ્લૂની બીમારીનો ભોગ બનેલા દર્દીઓ સારવાર દરમિયાન હોસ્પિટલ પણ નહીં બદલી શકે. વડોદરામાં હાલ સિઝનલ ફ્લૂના 20 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 9ની હાલત સુધારા પર છે. વડોદરાની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં સિઝનલ ફ્લૂના 1299 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે આ દરમિયાન 90 લોકોનાં મોત થયા છે.

    રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો

    મંગળવારે રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે સ્વાઇન ફ્લૂને કારણે રાજ્યમાં અત્યાર સુધી 10 લોકોનાં મોત થઈ ચુક્યા છે. અમદાવાદ શહેર સ્વાઇન ફ્લૂના કેસમાં પ્રથમ નંબરે છે જ્યારે સુરત બીજા નંબર છે.

    રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂના 408 કેસ નોંઘાયા છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂને કારણે એક 45 વર્ષીય મહિલાનું મોત થઈ ચુક્યું છે. સુરતમાં સ્વાઇન ફ્લૂના 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

    આ પણ વાંચોઃ  રાજ્યમાં સ્વાઈન ફલૂથી અત્યાર સુધી 10નાં મોત:  આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

    અમદાવાદમાં 19 લોકો સારવાર હેઠળ

    રાજ્યમાં સ્વાઈન ફલૂની સારવાર માટે નવા 33 દર્દીઓ દાખલ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 19 લોકો સારવાર હેઠળ છે. વડોદરામાં 4, ગાંધીનગરમાં 1, અમદાવાદ જિલ્લા ત્રણ લોકો સહિતના રાજ્યના જુદાજુદા વિસ્તારોમાંથી 33ને સ્વાઈન ફલૂની અસર થઈ છે. અત્યાર સુધીમાં 408 લોકોને સ્વાઈન ફલૂની અસર થઈ છે. જેમાંથી હાલ 216 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 182 લોકોને સારૂ થઈ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયો છે. આજે 24 લોકોને રજા અપાઈ છે. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં 2 પોઝિટિવ અને 3 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ છે.

    વિવિધ શહેરમાં સ્વાઇન ફ્લૂના કેટલા કેસ?

    - વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત, ચાર સારવાર હેઠળ
    - રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ 44 કેસ
    - જૂનાગઢ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ 8 કેસ
    - ભરૂચ જિલ્લામાં સ્વાઇન ફલૂના કુલ 3 કેસ
    - ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના 10 કેસ પોઝિટિવ
    - અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂના 5 કેસ પોઝિટિવ
    - નવસારીમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ
    - દાહોદમાં મહિલાનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat Health, Kumar kanani, Swine flu, આરોગ્યતંત્ર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन