સરકાર હસ્તક મેડિકલ કોલેજોની ફીમાં 400 ટકા સુધીનો કરાયો વધારો

News18 Gujarati
Updated: July 28, 2018, 10:22 PM IST
સરકાર હસ્તક મેડિકલ કોલેજોની ફીમાં 400 ટકા સુધીનો કરાયો વધારો
પ્રતિકાત્મક તસવીર

સરકાર હસ્તકની મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે માઠાસમાચાર આવી રહ્યા છે.

  • Share this:
સરકાર હસ્તકની મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે માઠાસમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સરકાર હસ્તકની મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો કર્યો છે. સરકાર હસ્તકની મેડિકલ, ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની ફીમાં વધારો થયો છે. આ કોલેજોની ફીમાં 400 ટકા સુધીનો ફી વધારો કરાતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.

મળતી માહિતી પ્રમાણે મેડિકલની ફીમાં રૂ.6000થી વધારે રૂ. 25,000 કરાવામાં આવ્યો છે. તો ડેન્ટલની ફી રૂ. 4000થી વધારીને રૂ.20000 કરાઇ છે. આ ઉપરાંત ફિઝિયોથેરાપીની ફીમાં રૂ.3000થી વધારીને રૂ.15000 કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલ્ફ ફાયનાન્સ કોલેજોની સરખામણીમાં ફી ઓછી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે અન્ય રાજ્યોની સરકારી કોલેજોની સરખામણીમાં પણ ગુજરાતની સરકાર હસ્તક મેડિકલ કોલેજોમાં ફીનો દર ઓછો હોવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનો ઉલ્લેખ પરિપત્રમાં છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ફી વધારા અંગે મનીષ દોષીએ કહ્યું હતું કે, ગુજરાત ભાજપ સરકારે મેડિકલ અભ્યાસમાં ફી વધારો કર્યો છે. આમ સામાન્ય અને ગરીબ વિદ્યાર્થીઓને ભાજપ સરકારે અન્યાય કર્યો છે. આગામી સમયમાં ફી વધારા સામે વિરોધ કરવામાં આવશે. ગુજરાત સરકાર કોલેજોમાં સુવિધા વધારવાના બદલે ફી વધારે છે. આમ ગુજરાતની આરોગ્ય સેવાના ભાવિ ડોક્ટર્સ સાથે અન્યાય થાય છે.
First published: July 28, 2018, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading