ગુજરાતની 40% હોટલ અને રેસ્ટોરન્ટ હજુ પણ બંધ, નવી સર્વિસ પોલિસી બને તો કોને થશે ફાયદો?

ગુજરાતની 40% હોટલ અને રેસ્ટોરન્ટ હજુ પણ બંધ, નવી સર્વિસ પોલિસી બને તો કોને થશે ફાયદો?
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગની નીતિની સાથે નવી સર્વિસ નીતિની વિચારણા કરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગની નીતિની સાથે નવી સર્વિસ નીતિની વિચારણા કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સર્વિસ નીતિથી સૌથી વધુ ફાયદો એ સેકટરને થશે જેમને કોરોના કાળમાં સૌથી વધુ નુકશાની વેઠી છે. ગુજરાત સરકાર લૉકડાઉનમાં થયેલી નુકસાનીને સરપલ્સ કરે તે માટે નવી પોલિસી બનાવશે. જેમાં ઉદ્યોગ નીતિના ધોરણે સૌ પ્રથમ વખત ગિફ્ટ સિટી સહિત હોટલ, પ્રવાસન, રેસ્ટોરાં અને ફાઇનાન્સ સહિતના ધંધા રોજગાર માટે ખાસ સર્વિસ પોલિસી જાહેર કરે તેવી સંભાવના છે. જો આ શક્ય બને તો ગુજરાતમાં સૌપ્રથમ વખત સર્વિસ પોલિસી જાહેર થશે.

આ અંગે અમદાવાદના ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મનીષ શર્માએ જણાવ્યું હતું કે લૉકડાઉન અને ત્યારબાદના ગાળામાં સૌથી વધુ નુકસાન ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીને થયું છે. જેની અસર સૌથી વધારે જીડીપી પર થઈ છે. લૉકડાઉનના સમયમાં ગુજરાતની તમામ ટ્રાવેલ એજન્સી ભાંગી પડી છે. જેની પાછળનું કારણ છે ગુજરાતમાંથી અન્ય દેશમાં જતાં આવતા લોકો પર લૉકડાઉન થયું છે. ગુજરાતમાંથી વિદેશ આવતા જતા લોકોની સંખ્યા લાખોની છે. આવામાં ગુજરાતમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને જો ઊભી કરવી હોય તો સરકારે સચોટ પ્રયાસ કરવા પડશે. કારણ કે ગુજરાતમાંથી ઇન્ટરનેશનલ 1700 કરોડ જ્યારે ડોમેસ્ટિક બિઝનેસ 1100 કરોડનો છે. આવામાં ગુજરાતનું ટુરિઝમ મહત્વનો રોલ નિભાવશે. આ સાથે તેમણે લોનના ઇએમઆઇ માટે મોરેટોરિયમની સ્કીમ હજુ વધારવી અંગે પણ જણાવ્યું હતું. આ સાથે ટીસીએસ નાબૂદ કરવા માટે પણ માંગ કરી હતી જેથી લોકો ટ્રાવેલ કરતા શુરૂ થાય.આ પણ વાંચો - ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ મોકૂફ

ગુજરાતની 40% હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ

ટુરિઝમ સાથે હોટલ અને રેસ્ટોરન્ટને પણ સૌથી મોટો ફટકો પડ્યો છે. આ દિશામાં સરકાર વિચારે તે માટે ઘણા બધા સજેશન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ પણ આપ્યા છે. આ અંગે જણાવતા કહ્યું કે સરકારે સૌ પ્રથમ તો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે હોટલ ખોલવા માટે જે 20 લાઇસન્સ લેવા પડે છે તે બંધ કરીને સિગ્નલ વિન્ડો લાઇસન્સ કરવું જોઈએ. આ વિશે દર વર્ષે વાઇબ્રન્ટમાં વાત થાય છે પણ હજી સુધી અમલી બન્યું નથી. વિદેશમાં ફરવા ગયેલા પ્રવાસીઓ જો શોપિંગ કરે તો તેમને જીએસટી લાગે છે પણ આ જીએસટી તેમને એરપોર્ટ પર પાછો આપી દેવાય છે. જેને કારણે પ્રવાસીઓ વધે છે આ ભારતમાં પણ કરવાની જરૂર છે. આ સાથે સરકારે લોન પર 10 થી 12 ટકા ઇન્ટરેસ્ટ સબસિડી આપવી જોઈએ. સરકાર ઇલેક્ટ્રિક ડયુટી પર પણ ટેક્સ લે છે જે લગભગ 15% જેટલો છે આ બંધ કરવો જોઈએ. હોટલ ઇન્ડસ્ટ્રી માટે પ્રોપર્ટી ટેક્સ 50% ટેક્સ લેવો જોઈએ અને ભાડા પર પ્રોપર્ટીને સિગ્નલ રેટ ટેક્સ લાગે તેનો નિયમ બનાવવો જોઈએ. હજુ પણ રોજગારીની તક ઓછી છે જેની પર પણ ધ્યાન આપવું જોઈએ. હોટલ ઇન્ડસ્ટ્રી માટે નાના નાના કોર્સ શુરૂ કરવા જોઈએ જેથી વેઇટરથી માંડીને હાઉસ કીપિગ સુધી દરેકને નોકરી મળે. ગુજરાતના ગીર સાપુતારા સહિત અનેક પ્રવાસન સ્થળોએ હજુ પણ હોટલ ખુલી નથી જે લૉકડાઉન બાદની ઇફેક્ટ બતાવે છે.

રિક્ષા ચાલકો માટે પણ ફાયદાકારક મુદ્દાઓ રજૂ કરો

ગુજરાતમાં લૉકડાઉન બાદ હોટેલ ફાયનાન્સ ટુરિઝમને ઉભો કરવા સરકાર પ્રયત્ન કરી રહી છે તેની સાથે ગુજરાતના ટ્રાન્સપોર્ટમાં પણ સરકારે વિચારવું જોઈએ. ખાસ રિક્ષા ચાલકોથી માંડીને શટલ ગાડીઓ ચલાવતા લોકો પણ આર્થિક મંદીમાં સપડાયેલા છે. એવામાં ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ પણ જીઆઇડીસી માટે અને ટ્રાન્સપોર્ટેશન માટે પોતાના સજેશન આપ્યા હતા.

ગુજરાતમાં સૌથી મોટો બિઝનેસ ટુરિઝમ છે અને તેની સાથે સંકળાયેલા આસપાસના સેક્ટર જેવા કે હોટલ અને રેસ્ટોરન્ટ સાથે ફાયનાન્સની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં સૌથી વધારે રોકાણ થાય છે.
Published by:Ashish Goyal
First published:September 05, 2020, 18:08 pm