રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી 40 ડેમો છલકાયાં

News18 Gujarati
Updated: August 14, 2019, 12:32 PM IST
રાજયમાં 84 ટકાથી વધુ વરસાદ; મેઘમહેરથી 40 ડેમો છલકાયાં
ઉકાઈ ડેમ (ફાઇલ તસવીર)

રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 34 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 40 જળાશયો છલકાયાં છે.

  • Share this:
અમદાવાદ: ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે 14 14 ઑગસ્ટ- સવારે 8.૦૦ વાગ્યાની સ્થિતિએ સરેરાશ 84 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 34 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 40 જળાશયો છલકાયાં છે. 30 જળાશયો 70 થી 100 ટકા તેમજ 30 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયાં છે. સરદાર સરોવર જળાશય કૂલ સંગ્રહશક્તિના 78 ટકા ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.42ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 89584, ઉકાઇમાં 81,550, વણાકબોરીમાં 32,318 કડાણામાં 22,010 ,દમણગંગામાં 9,947, કરજણમાં 8,812 સુખીમાં 4,855 ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 20.10 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 88. 54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 78.55 ટકા, કચ્છના 20 જળાશયોમાં 57. 56 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 50. 36 એમ રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 67.93 ટકા એટ સંગ્રહાયેલો છે.
First published: August 14, 2019, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading