Home /News /madhya-gujarat /

અમદાવાદ જિલ્લાના સીમેજ ધોળી ગામમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત

અમદાવાદ જિલ્લાના સીમેજ ધોળી ગામમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત

અમદાવાદ જિલ્લાના સીમેજ ધોળી ગામમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત

પોલીસ ઘટના સ્થળ પર પહોંચી, મૃતદેહોને કોઠ ગામના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે લઈ જવાયા

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના સીમેજ ધોળી ગામ પાસે ગેસ ગળતરથી 4 કામદારોના મૃત્યુ થયા છે. સીમેજ ધોળી ગામ પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચિરીપાલ કંપનીના આ કામદારો હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે. જ્યારે મૃતદેહોને કોઠ ગામના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માટે લઈ જવાયા છે. આ ઘટના બપોરે બની હોવાનું સામે આવ્યું છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેળ મેવાણીએ કેટલાક ફોટોગ્રાફ્સ સાથે આખી ઘટનાને સોશિયલ મીડિયા પર મૂકી છે. જેમાં સ્પષ્ટપણે કામદારો ચીરીપાલ ગ્રૂપમાં હોવાનું જણાવ્યું છે એટલું જ નહીં તેમણે એ પણ જણાવ્યું કે ચીરીપાલ ગ્રુપ દ્વારા કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે.

આ પણ વાંચો - સ્પેશ્યલ રિપોર્ટ : અમદાવાદમાં પાર્કિંગ એ તમારો હક કે તમારી પરેશાની?

આ અંગે હવે પોલીસ તપાસ દ્વારા આખો મામલો સામે આવશે. હાલ તો જીગ્નેશ મેવાણીને સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરી રહયા છે. લોકો ચીરીપાલ ગ્રૂપ પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ સાથે લોકો ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ ચાર કામદારો અંગે તપાસ કરવા અંગે પણ સૂચન કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gas leak, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन