કોણ બનશે વિપક્ષ નેતા? કોંગેસના નેતાઓમાં લાગી રેસ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 3, 2018, 5:53 PM IST
કોણ બનશે વિપક્ષ નેતા? કોંગેસના નેતાઓમાં લાગી રેસ
એક તરફ ગુજરાત ભાજપમાં ઘમસાણ છે તો ગુજરાત કોંગ્રેસમાં પણ વિપક્ષ નેતા પદ મેળવવા ખેલાડીઓ મેદાનમાં આવી ગયા છે.

એક તરફ ગુજરાત ભાજપમાં ઘમસાણ છે તો ગુજરાત કોંગ્રેસમાં પણ વિપક્ષ નેતા પદ મેળવવા ખેલાડીઓ મેદાનમાં આવી ગયા છે.

  • Share this:
ગાંધીનગરઃ એક તરફ ગુજરાત ભાજપમાં ઘમસાણ છે તો ગુજરાત કોંગ્રેસમાં પણ વિપક્ષ નેતા પદ મેળવવા ખેલાડીઓ મેદાનમાં આવી ગયા છે. પરેશ ધાનાણી તો પહેલાથી જ દાવેદાર હતા. હવે વિક્રમ માડમ અને કુંવરજી બાવળિયાએ પણ દાવેદારી નોંધાવતા કોંગ્રેસ હાઇકમાનની ચિંતા વધી ગઇ છે.

વરસો પછી ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બની છે ત્યારે હાઈકમાન્ડને ખબર છે કે આ વખતે વિધાનસભામાં ભાજપને ઘેરવું હશે તો વિપક્ષ નેતા મજબૂત જોઇશે. હાલ તો કોંગ્રેસમાં વિપક્ષ નેતા બનવાની હોડ લાગી ગઇ છે. કોંગ્રેસના ચાર નેતાઓના નામ ઉભરીને આવ્યા છે જે વિપક્ષ નેતા બનવા થનગની રહ્યા છે. અગાઉ પરેશ ધાનાણીનું નામ મોખરે હતું.

પરેશ ધાનાણીઃ

ઘાનાણી પાટીદાર છે ઉપરાંત સૌરાષ્ટ્રના છે. કોંગ્રેસનો ગઢ મજબૂત કરવાનો શ્રેય તેમને જાય છે. પરેશ આક્રમક નેતા છે અને વિધાનસભામાં સત્તાપક્ષને ઘેરવામાં કોઇ કચાસ રાખતા નથી.

મોહનસિંહ રાઠવાઃ

મોહનસિહ રાઠવા દસ ટર્મથી છોટાઉદેપુરથી ચૂંટાઇ આવે છે. આદિવાસી નેતા છે. સૌથી સિનિયર છે.કુંવરજી બાવળીયાઃ

કુંવરજી બાવળીયા પણ સૌરાષ્ટ્રના છે. બાવળીયા કોળી અને ઓબીસી નેતા મનાય છે. તેઓ રાજકોટના સાંસદ પણ રહી ચૂક્યા છે. કુંવરજી પણ આક્રમક નેતા છે.

વિક્રમ માડમઃ

માડમ જામનગરના સાંસદ રહી ચૂક્યા છે. હાલ તેઓ ખંભાળીયાની બેઠક પરથી ચૂંટાયા છે. વિક્રમ માડમે પણ વિપક્ષ નેતા બનવાની દાવેદારી નોંધાવી છે.

આમ તો અલ્પેશ ઠાકોર, વિરજી ઠુંમર ઉપરાંત અશ્વિન કોટવાલનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષ નેતા પદેથી શંકરસિંહે રાજીનામુ આપ્યું હતું ત્યારે મોહનસિંહ રાઠવા જ વિપક્ષ નેતાની જવાબદારી સંભાળતા હતા પણ આ વખતે કોંગ્રેસનું સંખ્યાબળ વધારે છે. કોંગ્રેસના નિશાન પર મિશન 2019 છે એટલે તે વિપક્ષ નેતાની પસંદગીમાં કોઇ કચાસ રાખવા માગતી નથી.
First published: January 3, 2018, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading