Home /News /madhya-gujarat /

વિવાન અમર થઈ ગયો, તેના જેવા બાળકોની મદદ માટે ટ્રસ્ટ બનાવવાની ઈચ્છા: પરિવાર

વિવાન અમર થઈ ગયો, તેના જેવા બાળકોની મદદ માટે ટ્રસ્ટ બનાવવાની ઈચ્છા: પરિવાર

વિવાન માતા-પિતા.

SMA-1 નામની દુર્લભ બીમારીથી પીડિત કોડીનારના વિવાન વાઢેરનું નિધન, વિવાનને બચાવવા માટે એકઠી થયેલી રકમ પરિવાર સેવાકીય કામ પાછળ વાપરશે.

    અમદાવાદ: અતિ દુર્લભ બીમારીથી પીડિતા વિવાન વાઢેર (Vivan Vadher)ને બચાવી ન શકાયો. ચાર મહિના અને આઠ દિવસના વિવાનનું અમદાવાદ ખાતે અચાનક નિધન થયું છે. વિવાનને બચાવવાના તમામ પ્રયત્નો એળે ગયા છે. વિવાન વાઢેર સ્પાઇનલ મસ્ક્યૂલ એટ્રોફી (SMA-1) નામની બીમારીથી પીડાતો હતો. વિવાનના નિધનથી તેમના પરિવાર માટે જાણે કે આભ ફાટી પડ્યું છે. વિવાનને બચાવવા માટે રૂપિયા 16 કરોડના ઇન્જેક્શનની જરૂરી હતી. આ માટે 'મિશન વિવાન' (Mission Vivan) ચલાવવામાં આવી રહ્યું હતું. આ અભિયાન અંતર્ગત બે કરોડ જેટલી રકમ એકઠી થઈ ગઈ હતી. ચાર મહિનાના પુત્રના નિધન બાદ વિવાનના પિતા અને માતા ધ્રૂસકે ધ્રૂસકે રડ્યાં હતાં. મીડિયા સાથેની વાતચીતમાં વિવાનના પિતા અને કાકાએ જણાવ્યું હતું કે, વિવાન અમર થઈ ગયો છે.

    તમામ ફંડ સેવાકીય કામ માટે વાપરીશું: પરિવાર

    વિવાનને બચાવવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત હાલ બે કરોડથી વધારે રકમ એકઠી થઈ છે. આ મામલે વિવાનના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, વિવાનને બચાવવા માટે એકઠું થયેલું તમામ ભંડોળ સેવાકીય કામમાં વાપરવામાં આવશે. વિવાનની અંતિમક્રિયા ગામડે કરવામાં આવશે. આ સાથે જ તેમણે હવે વિવાન માટે કોઈ જ ક્રાઉડ ફન્ડિંગ ન કરવાની અપીલ કરી છે.

    આ પણ વાંચો: અમદાવાદની ફિલ્મ જેવી લવ સ્ટોરી: પ્રેમિકા હોવા છતાં પ્રેમી અન્ય યુવતી સાથે રાખતો હતો સંબંધ

    વિવાનના પિતા અશોકભાઈએ મદદ કરનાર તમામ લોકો અને સામાજિક સંસ્થાઓનો આભાર માન્યો હતો. અત્યારસુધી 'મિશન વિવાન' હેઠળ 2 કરોડ છ લાખથી વધુની રકમ એકઠી થઈ છે. વિવાનના પિતા અશોકભાઈ વાઢેર ગીર-સોમનાથનાં આલીદર ગામ ખાતે રહે છે. તેઓ કચ્છમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. વિવાનના પિતાએ એન્જિનિયરિંગ કર્યું છે. આથી તેમણે સરકારને અપીલ કરી છે કે તેમને સરકારી નોકરી મળે.

    આ પણ વાંચો: બાબુઓની ગપસપ: 2022ની વાઇબ્રન્ટ સમિટ યોજાવાનું નક્કી

    વિવાનના પિતા અશોકભાઈ અને કાકા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમારો પુત્ર બચી શક્યો નથી. વિવાન જેવા અન્ય બાળકોની મદદ કરી શકાય તે માટે અમે એક ટ્રસ્ટ બનાવવા માંગીએ છીએ.

    આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલ સહિત ચાર IPOનું આ તારીખે અલોટમેન્ટ શક્ય, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

    ઉલ્લેખનીય છે કે ચાર મહિનાનો વિવાન વાઢેર ખૂબ જ દુર્લભ બીમારી SMA-1થી પીડિત હતો. ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આલીદર ગામના વતની પરિવારના ચાર મહિનાના બાળક વિવાન (Save vivan Campaign)ને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની (16 Crores injection) જરૂરિયાત હતી. જોકે, રકમ એકઠી થાય તે પહેલા જ વિવાનનું નિધન થયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Disease, KODINAR, SMA, Vivan Vadher, અમદાવાદ, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन