બગોદરામાં 3.37 કરોડ લૂંટ કેસમાં યૂપી ગેંગના 4 લોકોની ધરપકડ, આઈટી અધિકારી બની કરી હતી લૂંટ

બગોદરામાં 3.37 કરોડ લૂંટ કેસમાં યૂપી ગેંગના 4 લોકોની ધરપકડ, આઈટી અધિકારી બની કરી હતી લૂંટ
બગોદરામાં 3.37 કરોડ લૂંટ કેસમાં યૂપી ગેંગના 4 લોકોની ધરપકડ, આઈટી અધિકારી બની કરી હતી લૂંટ

આ ગેંગ અગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટનો પ્રયત્ન કરી ચૂકી છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં આઈટીના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ યૂપીના હોવાનું સામે આવ્યું છે. એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. મહત્વનું છે કે આ લૂંટમાં કુલ 10 આરોપીઓ સામેલ હતા.

અમદાવાદના બગોદરા વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીના રોજ ચાલુ એસટીમાંથી આંગડિયા પેઢીના કર્મચારીઓને આઇટીના અધિકારીની ઓળખ આપનાર આ તમામ લોકો પોલીસની પકડમાં આવ્યા છે. આરોપી યૂપીથી ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યા હતા અને નરોડાની એક હોટલમાં રોકાયા હતા. પહેલા આ લોકોએ રેકી કરી અને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે આ લોકો પોતાની સાથે 3 હથિયાર પણ લઈને આવ્યા હતા. યોગેશ જાટ અને પુષ્કર સિંગ મુખ્ય આરોપી છે અને કર્મવીર સિંગે હથિયારની વ્યવસ્થા કરી હતી.

પકડાયેલ આરોપીઓ અને ફરાર 6 આરોપીઓ તમામ યૂપી અને એમપીના હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આરોપી પુષ્કર સિંગ તો લીંમડીના એક ગુનામાં પણ ફરાર હતો.

આ પણ વાંચો - અમદાવાદના આ વિસ્તારમાં દીપડા જેવું પ્રાણી જોવા મળતા ડરનો માહોલ, પ્રાણી સીસીટીવીમાં દેખાયું

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ તમામ આરોપીઓએ પહેલા રેકી કરી હતી અને ત્યાર બાદ એક ગાડી સેલ્ફ ડ્રાઇવિંગની લઈ 6 લોકો નીકળી ગયા હતા. આ લોકોની ગેંગ ના 2 લોકો જે બસમાં આંગડિયાના કર્મચારીઓ બેઠા હતા તેમાં બેઠા હતા .આ લોકોએ ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. આ લોકો બગોદરા પાસે જઈ ભોગ બનનારને આઇટીના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ કાર પણ રસ્તામાં મૂકી દીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટનો પ્રયત્ન કરી ચૂકી છે.

નોંધનીય છે કે હાલ પણ 6 લોકો ફરાર છે અને 2.90 કરોડનો મુદ્દામાલ પણ કબ્જે કરવાનો બાકી છે. જેથી હાલ પણ પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી છે.
Published by:Ashish Goyal
First published:March 05, 2021, 18:38 pm