Home /News /madhya-gujarat /અમદાવાદ : બ્લેક ફંગસના ઇન્જેક્શનના બહાને 4.80 લાખની ઠગાઈ, આરોપી એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા

અમદાવાદ : બ્લેક ફંગસના ઇન્જેક્શનના બહાને 4.80 લાખની ઠગાઈ, આરોપી એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા

અમદાવાદ : બ્લેક ફંગસના ઇન્જેક્શનના બહાને 4.80 લાખની ઠગાઈ, આરોપી એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા

જીતુ ભરવાડના ઘરે તેની પત્નીએ એક લાખ પરત આપ્યા પણ અન્ય 4.80 લાખ ન આપતા પ્રવીરભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ : એક વેપારીના પિતાને ફંગસની બીમારી થતા તેઓને ઇન્જેક્શનની જરૂર પડી હતી. પણ ઇન્જેકશન માટે એક વ્યક્તિનો સંપર્ક કરતા તેણે રૂપિયા લઈ ઇન્જેક્શન આપ્યા ન હતાં. જેથી વેપારીએ આ અંગે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતુ ભરવાડ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. જોકે આરોપી એક રાજકીય પાર્ટી સાથે કાર્યકર્તા તરીકે જોડાયેલો હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે પોલીસ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિને પકડે છે કે કેમ તે સવાલ છે.

બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા પ્રવીર ગુપ્તા ફરસાણની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓના પત્ની આયુર્વેદિક ડોકટર તરીકે વડોદરામાં ફરજ બજાવે છે. ગત 22મી એપ્રિલના રોજ તેઓના પિતાને તબિયત ખરાબ થતા સારવાર માટે ડોક્ટરને બતાવતા કોવિડ પોઝિટિવ આવ્યા હતા. સારવાર તેઓને કોવિડ નેગેટિવ આવતા ઘરે લઈ જવાયા હતા. પણ 5મી મે ના રોજ માથું દુખતા તેઓને ફરી ડોક્ટરને બતાવ્યું હતું. જેઓએ તપાસ દરમિયાન નાકમાં મ્યુકોરમાઇકોસિસ બ્લેક ફંગસ હોવાનું સામે આવ્યું હતું. ડોકટર દ્વારા liposomal amphotericin-b ઇન્જેક્શન લખી આપતા તેઓ આ 40 ઇન્જેક્શનની શોધમાં નીકળ્યા હતા. આ દરમિયાન 11મીએ તેઓના પિતાને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યા આ ઇન્જેક્શનની જરૂર જણાતા તેઓના પિતાને નરોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - જામનગર : સગીરાને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી, 5 મહિને ખબર પડી કારખાનેદારના પુત્રએ આચર્યું હતું દુષ્કર્મ

16મીએ ઓપરેશન કરાવ્યું હતું અને તે દરમિયાન તેઓને તેમના સંબંધીએ જીતુ ભરવાડનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં અંકુર ચાર રસ્તા પાસે તેઓ ઇન્જેક્શન લેવા આવ્યા હતા. ત્યારે જીતુ ભરવાડ નામના વ્યક્તિ મળ્યો હતો. 5.80 લાખ રૂપિયા જીતુ ભરવાડે લીધા હતા અને ઇન્જેક્શન લઈને આવું છું કહીને જતો રહ્યો હતો. બાદમાં ઇન્જેક્શન આપે ત્યારે અન્ય રૂપિયા આપવાનું કહ્યું હતું. પણ બાદમાં રૂપિયા લઈ જીતુ આવ્યો ન હતો. જીતુના ઘરે પહોંચતા તે મળી આવ્યો ન હતો. જીતુના ઘરે તેની પત્નીએ એક લાખ પરત આપ્યા પણ અન્ય 4.80 લાખ ન આપતા પ્રવીર ભાઈએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
" isDesktop="true" id="1100251" >

ત્યારે હજુ પોલીસે આરોપીને પકડ્યો નથી ત્યાં આરોપી કોઈ એક રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આરોપી દસક્રોઈના પીપળજ ગામ ખાતે રહેતો હોવાથી હવે પોલીસ આવા કાળા બજારીયાઓ ને ક્યારે પકડે છે તે જોવાનું રહેશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Black fungus, Fraud, Injection, Mucormycosis, Mucormycosis injection

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन