અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ, ચારનાં મોત

News18 Gujarati
Updated: May 27, 2020, 7:45 AM IST
અમદાવાદમાં 361 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ, ચારનાં મોત
શહેરમાં ફરજ બજાવતા 361 પોલીસ કર્મચારી અને અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં ફરજ બજાવતા 361 પોલીસ કર્મચારી અને અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં સૌથી વધુ કોરોના વાયરસનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. તે છતાંપણ કોરોનાના ફ્રંટલાઇન વૉરિયર એટલે પોલીસ કર્મીઓ સતત ખડેપગે રહીને પોતાની ફરજ બજાવી રહ્યાં છે. શહેરમાં ફરજ બજાવતા 361 પોલીસ કર્મચારી અને અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 273 કર્મીઓ કોરોનાના ભરડામાંથી સાજા થયા છે જ્યારે 88 લોકો હજી સારવાર હેઠળ છે. અત્યાર સુધી ચાર પોલીસ કર્મીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કુલ 742 પોલીસ અધિકારી અને કર્મચારી હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, પોલીસ કર્મચારી તથા અન્ય એજન્સીના કર્મચારીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમના સારવાર માટે નરોડાની શેબ્લી હોસ્પિટલમા સ્પેશિયલ હોસ્પિટલની સગવડ કરવામાં આવી છે.

આ પણ વાંચો- શહેર બાદ હવે ગામડાઓમાં Coronaનો ભય, કોઇ માંદુ પડે તો તાત્કાલિક જાણ કરવા સુચના અપાઈ

શહેરમાં 24 કલાકમાં 23 દર્દીઓના મોત થયા

નોંઘનીય છે કે, અમદાવાદમાં 25મેની સાંજથી 26મેની સાંજ સુધીમાં કોરોનાના 251 નવા કેસ અને 23 દર્દીઓના મોત નોંધાયા છે. જ્યારે 436 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોના કુલ 10,841 કેસ થયા છે. તેમજ મૃત્યુઆંક 745 થયો છે. જ્યારે 4623 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બોપલમાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત 4 કેસ જ્યારે ધોળકાના પાલડી અને બાવળામાં એક એક કેસ નોંધાયો છે. વધુ 6 કેસ સાથે જિલ્લામાં કેસની સંખ્યા 170 પર પોહચી ગઈ છે.

આ પણ જુઓ - 
First published: May 27, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading