ગુજરાતની આ 4 ખાનગી લૅબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી, જુઓ યાદી

ગુજરાતની આ 4 ખાનગી લૅબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી, જુઓ યાદી
9 રાજ્યોની 35 ખાનગી લૅબોને મળી કોરોના વાયરસ સંક્રમટ ટેસ્ટની મંજૂરી

9 રાજ્યોની 35 ખાનગી લૅબોને મળી કોરોના વાયરસ સંક્રમટ ટેસ્ટની મંજૂરી

 • Share this:
  અમદાવાદઃ કોરોના વાયરસ (Coronavirus)  સંક્રમણથી લોકોને બચાવવા માટે અને તેના પ્રસારને રોકવા માટે સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણ (Covid 19 Test) ની તપાસ માટે 35 ખાનગી લૅબ (Private labs) ને તપાસની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે. આ 35 ખાનગી લૅબની યાદીમાં ગુજરાત (Gujarat)ની  4 ખાનગી લૅબનો પણ સમાવેશ થાય છે.

  ગુજરાતમાં કઈ 4 ખાનગી લૅબોને મળી મંજૂરી?  ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે 4 ખાનગી લૅબોને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 3 અમદાવાદ (Ahmedabad)ની છે જ્યારે 1 સુરત (Surat)ની લૅબને મંજૂરી મળી છે.   1. યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ

   2. સુપ્રાટેક માઇક્રોપૈથ લૅબ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ

   3. એસ.એન. જનરલ લૅબ પ્રા.લિ., નાનપુરા, સુરત

   4. પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદ

  આ પણ વાંચો, કોરોનાએ દુનિયામાં લગાવ્યું સૌથી મોટું લૉકડાઉન, 172 કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ

  સમગ્ર દેશમાં 35 ખાનગી લૅબોને મળી મંજૂરી

  સરકાર તરફથી ગુજરાતની 4 સહિત કુલ 35 ખાનગી લૅબની યાદી જાહેર કરવામાં આવી છે જ્યાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરાવી શકાય છે. આ લૅબોમાં દિલ્હીમાં 6, હરિયાણામાં 3, કર્ણાટકમાં 2, મહારાષ્ટ્રમાં 9, ઓડિશામાં 1, તમિલનાડુમાં 4, તેલંગાનામાં 5 અને પશ્ચિમ બંગાળમાં 1 લૅબનો સમાવેશ થાય છે. આમ, કુલ 9 રાજ્યમાં 35 ખાનગી લૅબોને ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

  આ પણ વાંચો, નોટોથી ફેલાઈ શકે છે કોરોના! સરકારની સલાહ, લોકો ડિજિટલ લેવડ-દેવડ કરે
  First published:March 27, 2020, 07:29 am

  टॉप स्टोरीज