અમદાવાદઃ 35% પોલીસ કર્મચારીઓ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ

News18 Gujarati
Updated: August 15, 2019, 6:07 PM IST
અમદાવાદઃ 35% પોલીસ કર્મચારીઓ બ્લડ પ્રેશર અને હાર્ટના દર્દીઓ
પ્રતિકાત્મક તસવીર

6147 જેટલા પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ થયું છે. 3917 જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા. 703 પોલીસ જવાનોને વ્યસનને લઇ બીમારીની સામાન્ય અસર

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફિટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સિટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બને. પોલીસ કર્મચારીઓનું જીવન પણ બીમારીનો બોજ બની બેઠેલું છે એટલુ જ નહીં પણ પોલીસના અનિયમિત નિત્યક્રમનાં કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેસરથી અનેક પોલીસ જવાનના મૃત્યું થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.

કહેવાય છે કે યોગ અને કસરતથી અનેક બીમારીની સારવારથઈ શકે છે. જેથી સતત કામમા વ્યસ્ત રહીને તણાવ ગ્રસ્ત રહેતા પોલીસ કર્મચારીઓ કસરત કરીને પોતાનું સ્વાસ્થય અને જીવનને તંદુરસ્ત બનાવે માટે પોલીસને ટ્રેનિંગ દરમિયાન પણ યોગ અને કસરતો કરાવવામાં આવતી હોય છે.

24 કલાકની નોકરીના નામે પોલીસ જવાન અનિયમિત બની ગયા હોવાથી ગંભીર બીમારીનો શિકાર બને છે. તાજેતર માર્ચ 2018થી એપ્રિલ 2019 સુધીમાં પોલીસ વેલફેર હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓના ચેકઅપ દરમિયાન ચોંકાવનારા આંકડા પ્રકાશમાં આવ્યા છે. 6147 જેટલા પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ થયું છે. 3917 જેટલા જ પોલીસ જવાનો સ્વસ્થ હતા. 703 પોલીસ જવાનોને વ્યસનને લઇ બીમારીની સામાન્ય અસર, 1155 પોલીસ જવાનો ગંભીર બીમારીથી પીડાય છે.

વિગત વાર વાત કરીએ તો વર્ષ 2018 માર્ચથી એપ્રિલ 2019 દરમિયાન 6147 જેટલા પોલીસ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ થયા છે. જે પૈકી 703 વ્યસનના કારણે બીમાર છે, 775 જવાન હાઇપર ટેન્શન કે હૃદયની બીમારીનો શિકાર છે,
380 પોલીસકર્મીઓ ડાયાબીટીસ સાથે જીવી રહ્યા છે. ત્યારે 249 પોલીસકમીઓમાં પાંડુરોગ કે લોહીની ઉણપ દેખાઈ છે.

પોલીસ કર્મચારીની વાત હોય તો ફકત પુરુષ પોલીસ જ ગંભીર બીમારીથી નથી પીડાતા પંરતુ મહિલા પોલીસ જવાનની પણ કફોડી પરિસ્થિતિ સામે આવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાઓના મેડીકલ ચેકઅપ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ હોમોગ્લોબિંગની ખામીના કારણે પરેશાન જોવા મળી છે.
First published: August 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading