Home /News /madhya-gujarat /

અમદાવાદ : ઘઉં દળવાની ઘંટીની આડમાં સંતાડેલો 33 લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

અમદાવાદ : ઘઉં દળવાની ઘંટીની આડમાં સંતાડેલો 33 લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

અમદાવાદ : ઘઉં દળવાની ઘંટીની આડમાં સંતાડેલો 33 લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો

એક આરોપીની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ : આગામી સ્થાનિક ચૂંટણીને લઈને ગ્રામ્ય પોલીસ જિલ્લામાં સક્રિય હતી ત્યારે બાતમી મળી કે કણભા પોલીસ સ્ટેશનની હદમાં લાખો રૂપિયાનો દારૂ છુપાવવામાં આવ્યો છે. જેથી એલસીબીની ટીમે ત્યાં રેડ કરી 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નવાઈની વાત એ છે કે આ દારૂનો જથ્થો કોઈ વાહન કે ઘરમાં નહીં પણ લોટ દળવાની ઘંટીના ગોડાઉનમાંથી મળ્યો હતો. જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

ચૂંટણીના સમયમાં લાખો-કરોડોની રોકડ રકમ અને મસમોટો દારૂનો જથ્થો પોલીસને હાથ લાગતો હોય છે. ત્યારે ગ્રામ્ય એલસીબીને પણ આવી બાતમી મળી હતી. પોલીસને બાતમી મળી કે કણભા જીઆઇડીસી વિસ્તારમાં ધામતવણ ગામની સીમમાં આવેલ યુનિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાના એ.વી.આઈ સ્ટીલના પાછળના ભાગે આવેલા શેડ નમ્બર a/12 માં દારૂનો જથ્થો છે. પોલીસે ત્યાં પહોંચી બાતમી વાળી જગ્યા પર રેડ કરી હતી.

આ પણ વાંચો - બીગ બીની દોહિત્રી નહીં કરે બોલિવૂડમાં એન્ટ્રી, સંભાળશે પિતાનો કારોબાર

રેડ કરતા જ આ જગ્યા પરથી વસ્ત્રાલમાં રહેતા અર્જુન પાંડેની ધરપકડ કરી હતી. સ્થળ પરથી ત્રણ અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 600 પેટીમાંથી 8076 બોટલ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બહારથી ઘઉંનો જથ્થો મંગાવે ત્યારે તેની સાથે દારૂનો જથ્થો પણ મંગાવતો હતો. અને મશીનથી ઘઉં દળવાની આડમાં આ દારૂનો જથ્થો છુપાવી રાખતો હતો. આ જથ્થો ક્યાંથી કોની પાસેથી લાવ્યો અને કેવી રીતે તેનું વેચાણ કોને કોને કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી ટાણે જ રામોલમાંથી ચલણી નોટોના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરાઈ હતી. બાદમાં નકલી નોટો સાથે ચૂંટણી પહેલા જ બે લોકોની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે દારૂ ટાણે જ દારૂનો 33.37 લાખનો મુદ્દામાલ પકડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Beer, Latest gujarati news, Latest News, Latest today news, અમદાવાદ, ગુજરાતી ન્યૂઝ, દારૂ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन