અમદાવાદઃ દારૂની હેરાફેરી માટે અનેક કિમીયા બુટલેગરો અપનાવતાં હોય છે. હાલ, રથયાત્રાને લઇને શહેર પોલીસ પ્રિવેન્સન કામગીરી માટે તમામ જગ્યાઓ ઉપર હાજર હોવાથી બુટલેગરોએ નવો જ કિમીઓ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના નરોડામાંથી પીસીબીએ શાકભાજીના કેરેટમાં લવાતી 324 નંગ દારૂની બોટલ ઝડપી પાડી છે. પોલીસે રેડ કરતાં બુટલેગરોમાં નાસભાગ પહોંચી ગઇ હતી. જોકે, 2 આરોપીઓની ધરકપડ કરાઇ છે. જ્યારે 4 આરોપીઓ વોન્ટેડ છે.
પીસીબીને બાતમી મળી હતી કે, શહેરના નરોડા વિસ્તારમાં મોટાપાયે દારૂની હેરફેર થવાની છે. જેથી, પોલીસે ત્યાં વોચ ગોઢવી હતી. ત્યારે નરોડા જીઆઈબીસી પાસે ખુલ્લી જગ્યામાં એક બોલેરો પીકઅપ વાન આવી હતી. પોલીસને જોઇને જ બુટલેગરો આ વાહન મુકીને ભાગી ગયાં હતાં. જોકે, પોલીસે પીછો કરી સુભાષચંદ્ર જાટ અને દીપેશ મરાઠીને ઝડપી પાડ્યાં હતાં.
પોલીસે વાહન ચેક કરતાં શાકભાજીના જૂદા-જૂદા 27 કેરેટ મળી આવ્યાં હતાં. જેમાં કેટલુંક બગડેલું શાક હતું, તો તેની આડમાં છુપાવેલી 324 નંગ દારૂની બોટલ પોલીસને મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી બે લોકોને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે બિલ્લુ, બલવીર, સુરેશ અને દેવા તિવારીને વોન્ટેડ દર્શાવી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ મણીનગરમાંથી સેક્ટર-2 સ્ક્વોડે એક કાર પકડી પાડી હતી. જેમાંથી 21 બોટલ દારૂ, 13 ક્વાર્ટર સહિત 2.27 લાખનો મુદ્દા માલ કબજે કરી, ગાડીના ચાલક દર્શનવાળાને ઝડપી પાડી મણીનગર પોલીસે સોંપ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર