અમદાવાદ : કોવિડ- 19ની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે આજે કોર્પોરેશને (AMC) ફરી એકવાર લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરની કુલ 32 ચા ના સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે. જ્યારે 1124 ચા ના સ્ટોલવાળાએ સ્વયંભૂ પોતાનો ધંધો બંધ કર્યો હતો. શહેરમાં કોરોના વાયરસની મહામારીના પગલે આજે અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ દ્વારા 7 ઝોનના 48 વોર્ડમાં માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તેવી જગ્યાને સીલ કરવામાં આવી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 122 જેટલી ટીમે ચા લારીઓ પર ચા પીવા આવનાર નાગરિકોને સમજાવવામાં આવ્યા હતા. બીજી તરફ વધારે ભીડ રહેતી ચાની કીટલીઓને સીલ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં 32 જગ્યાઓ પર ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે. છે જ્યારે 1124 ચા કીટલી વાળાઓએ સ્વંયભૂ કીટલીઓ બંધ રાખી હતી. આગામી સમયમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવશે.