Home /News /madhya-gujarat /

ઉ. ગુજરાતની 32 બેઠક, કોનો-કોની સામે જંગ, કઈ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ

ઉ. ગુજરાતની 32 બેઠક, કોનો-કોની સામે જંગ, કઈ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ

આવતીકાલે ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થશે...

આવતીકાલે ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થશે...

આવતીકાલે ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થશે. આ 93 બેઠક માટે કુલ 851 ઉમેદવારો મેદાનમાં છે.  તો આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની 32 બેઠકો વિશે. ઉત્તર ગુજરાતમાં પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક વધુ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે અહીંની ચૂંટણી પડકારરૂપ રહેશે. તો આપણે જોઈએ કે ઉત્તર ગુજરાતની કઈ બેઠક પર કયા પક્ષના કયા ઉમેદવારનું ભાવી આવતીકાલે EVMમાં કેદ થઈ જશે.        આવતીકાલે ગુજરાત વિધાનસભાની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થશે. આ 93 બેઠક માટે કુલ 851 ઉમેદવારો મેદાનમાં છે.  તો આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની 32 બેઠકો વિશે. ઉત્તર ગુજરાતમાં પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક વધુ હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંને માટે અહીંની ચૂંટણી પડકારરૂપ રહેશે. તો આપણે જોઈએ કે ઉત્તર ગુજરાતની કઈ બેઠક પર કયા પક્ષના કયા ઉમેદવારનું ભાવી આવતીકાલે EVMમાં કેદ થઈ જશે.



કઈ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ
બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠકો છે જેમાં ખાસ કરીને મહેસાણા, બેચરાજી, રાધનપુર,વાવ અને ઉંઝા બેઠક પર લોકોને વધારે ઉત્સુકતા છે. 'આમ તો ઉત્તર ગુજરાત એ પાટીદાર આંદોલનનું એ.પી.સેન્ટર છે અને તેમાં પણ મહેસાણા એ પાટીદાર આંદોલનનું ખાસ એપી સેન્ટર મનાય છે જેમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલને ભાજપના મોવડી મંડળે બેઠક તેમની ઇચ્છા નહી હોવા છતાં ફાળવી છે. અહીં કાઁગ્રેસમાંથી પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.આ બેઠક પર બન્ને ઉમેદવારો વચ્ચે કાંટેકી 'ટક્કર હોવાનું મનાય છે.

- 182માંથી 48 બેઠકો પર પાટીદાર મતદાતાનો પ્રભાવ10 બેઠકો પર પાટીદારો - કોઇપણ ઉમેદવારને જીતાડવાની સ્થિતિમાં61 બેઠકો પર કોઇપણ પક્ષને હરાવવાની સ્થિતિમાં પાટીદાર મતદાતા

ઉત્તર ગુજરાત
બેઠક પાટીદાર મતદાતા

ઊંઝા - 85,407

વિજાપુર 67,538

વિસનગર 63,958

મહેસાણા 63,131

હિંમતનગર 54,880

કડી 52,739

બેચરાજી 52,507

માણસા 47,090

હાર-જીત માટેની નિર્ણાયક બેઠક

ઉત્તર ગુજરાત ઝોન
બેઠક પાટીદાર મતદાતા

બાયડ 40,232

ઈડર 39,504

પ્રાંતિજ 35,703

પાલનપુર 33,070

ચાણાસ્મા 32,244

મોડાસા 20,987

દહેગામ 20,987

(2017ની ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે બીજો ઝોન- ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)જિલ્લા પ્રમાણે બેઠકોના પરિણામ (2012)

બનાસકાંઠા

કુલ બેઠક -9     ભાજપ- 4કોંગ્રેસ 5

પાટણ કુલ બેઠક-  4, ભાજપ-3, કોંગ્રેસ-1
મહેસાણાકુલ બેઠક 7, ભાજપ - 5, કોંગ્રેસ -2
સાબરકાંઠાકુલ બેઠક 4, ભાજપ - 2, કોંગ્રેસ - 2
અરવલ્લીકુલ બેઠક 3, ભાજપ- 0, કોંગ્રેસ - 3

ગાંધીનગરકુલ બેઠક 5, ભાજપ - 2, કોંગ્રેસ - 3

વોટિંગ પર્સન્ટેંઝ

બનાસકાંઠા 74.89

પાટણ 70.92

મહેસાણા 73.64

સાબરકાંઠા 78.02

અરવલ્લી 75.63

ગાંધીનગર 74.45
First published:

Tags: Assembly Election2017, Gujarat Election 2017, ઉત્તર ગુજરાત, કોંગ્રેસ, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन