Home /News /madhya-gujarat /

Ahmedabad: 31stની પાર્ટી પહેલા 6 ડ્રગ્સ પેડલર ઝડપાયા, એક તો કોસ્મેટિકનો વેપારી હતો

Ahmedabad: 31stની પાર્ટી પહેલા 6 ડ્રગ્સ પેડલર ઝડપાયા, એક તો કોસ્મેટિકનો વેપારી હતો

ઝડપાયેલા ડ્રગ્સ પેડલર

Ahmedabad crime news: વેપારી છેલ્લા 2 વર્ષથી ડ્રગના રવાડે ચઢી ગયેલ અને ડ્રગની સેવનની સાથો સાથ ડ્રગ વેંચાણ (drugs selling) પણ કરતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ડ્રગ (ahmedabad drugs racket) સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદઃ 31 ડિસેમ્બરની પાર્ટીને (31st december) લઈ ડ્રગની હેરાફેરી કરનાર કોસ્મેટિક વેપારી (Cosmetic dealer) સહિત 6 લોકોની ક્રાઈમ બ્રાન્ચે (crime branch) ધરપકડ કરી છે. મહત્વનું છે કે વેપારી છેલ્લા 2 વર્ષથી ડ્રગના રવાડે ચઢી ગયેલ અને ડ્રગની સેવનની સાથો સાથ ડ્રગ વેંચાણ પણ કરતો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ ડ્રગ (ahmedabad drugs racket) સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ કિસ્સો પણ અનેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કેસ છે કારણ કે વેપારી પુત્ર પણ આ રેકેટમાં પકડાઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસ સાથે કુલ 11 લાખના મુદ્દામાલ સાથે આ તમામ લોકોની ધરપકડ કરી છે.

આ લોકો રાધનપુરથી ચરસ લાવીને અમદાવાદમાં વેચવાના હતા. મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનથી ગુજરાતમાં (Rajasthan to Gujarat) ચરસ આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ-surat: બે જૂથના ઝઘડામાં યુવકની હત્યા, પાંચ જણના પરિવારનો આર્થિક સહારો છીનવાયો

મળતી માહિતી પ્રમાણે મેહુલ રાવલ જે ખેતી કરે છે અને મહેસાણાનો રહેવાસી છે તે પોતાના મિત્રો કુણાલ પટેલ ,અર્જુન સિંહ ઝાલા અને બ્રિજેશ પટેલ સાથે મળી આ ડ્રગ અમદાવાદમાં લાવીને હર્ષ શાહ અને અખિલ ભાવસારને આપવાના હતા.

હર્ષ શાહ મૂળ કોસ્મેટિક નો વેપારી છે અને છેલ્લા 2 વર્ષથી ડ્રગનું સેવન કરે છે અને sg હાઇવે, ગુરુકુળ અને સિંધુ ભવન સહિત અન્ય જગ્યા ડ્રગનું વેંચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-ઓડિશાના 'ડ્રગ્સ માફિયા'ને surat crime branchએ દબોચી લીધો, કરોડોના ગાંજાનો વેપલો ચલાવતો

નોંધનીય છે કે હાલ તો આ પેડલરો ક્રાઈમની ગિરફતમાં આવ્યા છે પરંતુ રાધનપુરનો મૂળ ડ્રગ માફિયા ફરાર છે અને જેને શોધવા કામગીરી કરવામાં આવી રહી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acpનું કેહવું છે કે આરોપીના માતા પિતાને પણ બોલાવી કહેવામાં આવશે કારણ કે આવા યુવકો ડ્રગની લપેટમાં આવી પોતાની જિંદગી ખરાબ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-સુરતઃ double murderના આરોપી મારવાડી અને ભોલા ઝડપાયો, 'ભાઈગીરી'ના નશામાં બે મિત્રોને રહેંશી નાંખ્યા હતા

ઉલ્લેખનીય છે કે  ગાંધીધામ પોલીસ (Gandhidham Police)દ્વારા દારૂની હેરાફેરી કરતી બે યુવતીઓ ને દારૂની 10 બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પેટ્રોલિંગ ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે કે બે યુવતીઓ એક્ટીવા પર ગેરકાયદેસર દારૂ સાથે શિણાઇ થી કિડાણા તરફ આવી રહી હતી. બાતમીના આધારે પોલીસે એકટીવા નંબર GJ 12 DF 6659 પર આવતી બે યુવતીઓને રોકી હતી.

આ પણ વાંચોઃ-કમકમાટી ભર્યો Accident: ઉપલેટા નજીક પદયાત્રી મહિલાઓ ઉપર બેકાબુ કાર ફરીવળી, બે મહિલાના ઘટના સ્થળે મોત

સંગીતાબેન આનંદભાઈ ગેહલોત અને ભારતી કસ્તુચંદ ધવલ નામની બન્ને યુવતીઓ તેમજ ગાડીની તપાસ કરતા ગાડીના આગળના ભાગે રાખેલ ખાખી કલર ના ઉઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 10 બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા દારૂના પાસ પરમીટ વિશે પૂછતાં આરોપીઓ પાસેથી કોઈ પ્રકારની પરમીટ મળી ન હતી.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Drugs racket, Gujarati News News

આગામી સમાચાર