31stની Party માટે મળી 31st અરજી: દારૂડીયા સાવધાન! પીધેલાને પકડવા પોલીસનો ખાસ પ્લાન

31stની Party માટે મળી 31st અરજી: દારૂડીયા સાવધાન! પીધેલાને પકડવા પોલીસનો ખાસ પ્લાન
પ્રતિકાત્મક તસવીર

એસજી હાઇવે પર સિક્સ લેન રોડ બનતો હોવાથી વધુ ફોર્સ રખાશે, આયોજકોએ 12 નિયમો પાળવાના રહેશે - 10 વાગ્યા પછી સાઉન્ડ નહી વગાડી શકાય

  • Share this:
અમદાવાદઃ યુવાધન 31મી ડિસેમ્બરે રાત્રે 12 વાગ્યે થનગનાટ કરતું ઉજવણી કરતું હોય છે. ત્યારે 31મી ડિસેમ્બર એટલે વર્ષમાં સૌથી વધુ પ્રોહિબિશનના કેસ કરવાનો પણ સમય પોલીસ માટે રહેતો હોય છે. 31મી ડિસેમ્બરની પાર્ટીની ગયા વર્ષે પોલીસને 18 અરજીઓ મળી હતી, જોકે આ વર્ષે 31 જેટલી અરજીઓ મળી છે. જેની કાર્યવાહી કરી આગામી સમયમાં તે લોકોને મંજૂરી અપાશે. ત્યારે આ વખતે જેટની ટીમો પણ ખાસ મૂકાશે.

31મી ડિસેમ્બરે મોટાભાગનું યુવાધન રોડ પર જોવા મળતું હોય છે. યુવાધન 31મીએ રાત્રે પાર્ટીમાં ઝુમતું હોય છે અને નવા વર્ષને વેલકમ કરતું હોય છે. આ વખતે શહેરમાં 31 આયોજકોએ પોલીસ પરમિશન માંગી છે. ગયા વર્ષ કરતા આ વખતે વધુ અરજીઓ પોલીસને મળી હોવાનું સામે આવ્યું છે. આયોજકોએ સીસીટીવી કેમેરા રાખવા, પાર્કિંગની વ્યવસ્થા કરવી જેવા અનેક નિયમો પાળવાના હોય છે અને તે નિયમો પાળવામાં આવશે તો જ પરમિશન આપવામાં આવશે.



ટ્રાફિક જેસીપી જે આર મોથલિયાએ જણાવ્યું કે, દર વખતે એસજી હાઇવે અને સીજી રોડ પર જ યુવાધન ઉજવણી કરતું હોય છે. આ વિસ્તાર પોલીસના ઝોન 1 અને ઝોન 7ના વિસ્તારમાં આવે છે. અને તેથી જ પોલીસે આ વખતે 500થી વધુ પોલીસ કર્મી અને અધિકારીઓ ગોઠવી દીધા છે. એસજી હાઇવે પર સિક્સ લેન રોડ બનતો હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે જેટની ટીમો ગોઠવાશે. જેટની કુલ 25 ટીમો એસજી હાઇવે પર રહેશે અને ગેરકાયદે પાર્કિંગ કરી ટ્રાફિક જામ કરશે તો જેટની ટીમો કાર્યવાહી કરશે.

આયોજકોએ કુલ 12 જેટલા નિયમો પાળવાના રહેશે. જેમાં લાઉડ સ્પીકર માટે એકટ પ્રમાણે અવાજ રાખવો પડશે. તો પાર્ટી સ્થળ અને કલબમાં પાર્કિંગ અને સિક્યોરિટી વ્યવસ્થા ગોઠવી પડશે. કેપિસિટી કરતા વધારે લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખી મહિલાઓ માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની રહેશે. તો નશીલા પદાર્થનું કોઈએ પણ સેવન કરેલું હશે તો કાર્યવાહી પોલીસ કરશે. પાર્ટીમાં આવેલ તમામ લોકોના આઈડી પ્રૂફ એક મહિના સુધી રાખવા પડશે અને આયોજકે એન્ટ્રી અને એક્ઝિટથી તમામ જગ્યાએ HD CCTV લગાવવા પડશે. લોકો 12 વાગ્યે ઉજવણી ભલે કરતા હોય પણ પાર્ટીમાં રાત્રે 10 વાગ્યા સુધી જ સ્પીકર વગાડી શકાશે.

તમેન એ પણ જણાવી દઈએ કે, દર વર્ષે માત્ર 31મીની રાત્રે જ 500થી વધુ પીધેલા લોકોની પોલીસ ધરપકડ કરતી હોય છે, અને આ વખતે પણ પોલીસે પીધેલાઓને પકડવા માટે ટીમો બનાવી ખાનગી ડ્રેસમાં ટીમો ગોઠવી દેવાનો પ્લાન ઘડ્યો છે.
Published by:News18 Gujarati
First published:December 27, 2019, 21:16 pm

ટૉપ ન્યૂઝ