વાઘોડિયામાં રેલ યુનિવર્સિટી માટે 31 હેક્ટર જમીન ફાળવાઇ: DyCM નીતિન પટેલ

News18 Gujarati
Updated: August 21, 2019, 7:10 PM IST
વાઘોડિયામાં રેલ યુનિવર્સિટી માટે 31 હેક્ટર જમીન ફાળવાઇ: DyCM નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર

રાજ્યમાં નિર્માણ થનાર આ પ્રથમ રેલ યુનિવર્સિટી માટે જે 31 હેક્ટર જમીન ફાળવાઇ છે તે બજાર કિંમતના 50 ટકા ભાવે ફાળવાશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. તે માટે રાજ્ય સરકારે આજે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયની વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી પટેલ ઉમેર્યું કે, રાજ્યમાં નિર્માણ થનાર આ પ્રથમ રેલ યુનિવર્સિટી માટે જે 31 હેક્ટર જમીન ફાળવાઇ છે તે બજાર કિંમતના 50 ટકા ભાવે ફાળવાશે.

આ યુનિવર્સિટી આવનાર સમયમાં રેલ નેટવર્ક સહિત રેલ તથા ટ્રાન્સપોર્ટેશન સેક્ટના અભ્યાસક્રમો અને તાલીમ માટે મહત્વની બની રહેશે, જેનો સ્થાનિક કક્ષાએ લોકોને વધુ લાભ મળશે.

આ પણ વાંચોઃ-જો જો તમે બચીને રહેજો! અમદાવાદના વેપારીને લાગ્યો રૂ. 49 હજારનો ચૂનો

નીતિન પટેલે જણાવ્યું હતું કે, વાઘોડિયા ખાતે નિર્માણ થનારી આ રેલ યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે વિવિધ ભવનો-કોલેજોનું નિર્માણ કરાશે. રેલ કર્મીઓને આધુનિક તાલીમ મળે તે માટે તાલીમ સેન્ટરનું પણ નિર્માણ કરાશે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું નિર્માણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
First published: August 21, 2019
વધુ વાંચો
अगली ख़बर