રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 620 નવા કેસ નોંધાયા, 20 દર્દીનાં મોત, સુરતમાં ચિંતા વધી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 620 નવા કેસ નોંધાયા, 20 દર્દીનાં મોત, સુરતમાં ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ કરતાં સુરતમાં વધારે કેસ નોંધાયા, જાણો અન્ય જિલ્લામાં શું સ્થિતિ છે ?

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસના (Coronavirus) કેસની સંખ્યામાં છેલ્લા ઘણા દિવસથી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30મી જૂને સાંજે 6.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ 620  કેસ પોઝિટિવ (corona positive cases in Gujarat) નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20  દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે.  રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં ચિંતા વધી છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી 200 અને 200 કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.  દરમિયાન આજે અમદાવાદમાં 197 અને સુરતમાં 199 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં અમદાવાદમાં 197, સુરતમાં 199, આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં શહેરમાં 15, કચ્ચમાં 9, ભરૂચમાં 8, મહેસાણામાં 7, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, ખેડામાં 6, ભાવનગર, રાજકોટ શહેરમાં 5-5, અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, ગીર સોમનાથમાં 3, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગરમાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, નવસારી, મોરબીમાં 2-2, રાજકોટમાં, બનાસકાંઠામાં 1, નર્મદામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, અન્યરાજ્યમાં એક મળીને 620 કેસ નોંધાયા છે.  આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 32446 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આ પૈકીના 23670 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 6928 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં હાલમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે.

  આ પણ વાંચો : રાજ્યમાં 'મોતની વીજળી' પડી, 3 બનાવમાં 7 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત

  રાજ્યમાં અત્યારસુધીમાં અમદાવાદમાં 20,913 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1442 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાંથી 15,968 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જ્યારે રાજ્યમાં સુરતમાં 4829 પોજિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 3301 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 164 દર્દીના મૃત્યુ થયા છે.

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 1, પાટણમાં 1, નવસારીમાં 1 દર્દીનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો :  અમદાવાદીઓ જુલાઈની આ તારીખે રીક્ષા નહીં મળે, 2 લાખથી વધુ ચાલકો હડતાલ પર ઉતરશે
  Published by:News18 Gujarati
  First published:June 30, 2020, 19:46 pm