ગુજરાતમાં સક્રિય છે આતંકી નેટવર્ક ? જૈશ-એ-મોહમ્મદનો ડ્રગ્સ સપ્લાયર ઝડપાયો

News18 Gujarati
Updated: October 21, 2018, 5:37 PM IST
ગુજરાતમાં સક્રિય છે આતંકી નેટવર્ક ? જૈશ-એ-મોહમ્મદનો ડ્રગ્સ સપ્લાયર ઝડપાયો
ફાઈલ ફોટો

ગુજરાત ATSની ટીમે 300 કિલો ડ્રગ્સ કેસ મામલે કેટલાએ સમયથી નાસતા ફરતા આરોપી મંજૂર અહમદ મીરની ધરપકડ કરી લીધી છે.

  • Share this:
ગુજરાત ATSની ટીમને 300 કીલો ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે. કેટલાએ સમયથી નાસતો ફરતો આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદનો સાગરીત ઝડપાઈ ગયો છે. ગુજરાત એટીએસની ટીમે કાશ્મીરના પડગામમાંથી તેને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે 300 કિલો ડ્રગ્સ કેસ મામલે કેટલાએ સમયથી નાસતા ફરતા આરોપી મંજૂર અહમદ મીરની ધરપકડ કરી લીધી છે. ATSની ટીમ કેટલાએ સમયથી તેની શોધ કરી રહી હતી. આખરે મીરને જમ્મુ-કાશ્મીરના પડગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

શું હતો મામલો?

થોડા સમય પહેલા સલાયા બંદર પરથી 300 કીલો જેટલું ડ્રગ્સ પકડાયું હતું, જેનો મુખ્ય સુત્રધાર મંજૂર અહમદ મિર કેટલાએ સમયથી નાસતો ફરતો હતો. ગુજરાત ATSની ટીમ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, મંજૂર અહમદ મિર ઊંઝાથી ડ્રગ્સ લઈને પંજાબ પહોંચાડતો હતો. આ મામલો કરોડોના ડ્રગ્સનો છે. મીર પર બીજો એ પણ આરોપ છે કે, તે ભારતમાંથી પાકિસ્તાન રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. તેને ડાયરેક્ટ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા સંબંધ છે. તે પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં રહેતો હતો.

ગજરાત ATS ટીમને ગુપ્ત માહિતી મળી કે, મંજૂર અહમદ મીર જમ્મુ-કાશ્મીરના પડગામમાં સંતાયો છે. તો તૂરંત ATSની ટીમ હરકતમાં આવી ગઈ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળી તેને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું. અને આખરે મોટી સપળતા હાથ લાગી ગઈ. હવે ATSની ટીમ તેને ગુજરાત લાવી તેની પૂછપરછ કરી વધુ ગુનાઓ કબૂલ કરાવશે.
First published: October 21, 2018, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading