રાજ્યમાં Coronaના વધુ 1390 કેસ, 1372 દર્દી સાજા થયા, વધુ 11 દર્દીનો Covid-19એ ભોગ લીધો

News18 Gujarati
Updated: September 30, 2020, 7:44 PM IST
રાજ્યમાં Coronaના વધુ 1390 કેસ, 1372 દર્દી સાજા થયા, વધુ 11 દર્દીનો Covid-19એ ભોગ લીધો
રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકાએ પહોંચ્યો, જાણો ક્યા જિલ્લામાં નવા કેટલા કેસ નોંધાયા

રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકાએ પહોંચ્યો, જાણો ક્યા જિલ્લામાં નવા કેટલા કેસ નોંધાયા

  • Share this:
રાજ્યમાં 30મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1390 નવા કેસ પોઝિટિવ (30 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1372 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 11 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 137394 એ પહોંચી ગયો છે.

દરમિયાન છેલ્લા 24 કલાકમાં સુરતમાં 298, અમદાવાદમાં 197, રાજકોટમાં 151, વડોદરામાં 133, જામનગરમાં 92, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલીમાં 30, પાટણમાં 30, ગાંધીનગરમાં 45, ભાવનગરમાં 43, ભરૂચ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં 24-24, જૂનાગઢમાં 35, સાબરકાંઠામાં 16, મહીસાગરમાં 15, ગીરસોમનાથમાં 14, ખેડામાં 11, તાપીમાં 11, આણંદ, દેવભૂમિ દ્વારકામાં 10-10. નસારીમાં 7, પોરબંદમાં 7, બોટાદમાં 6, છોટાઉદેપુર અને નર્મદામાં 5-5, અરવલ્લી-ડાંગમાં 3-3 વલસાડમાં 3 કેસ નોંધાયા છે. આમ કુલ 1390 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : અમદાવાદ : '3 લાખ નહીં આપ તો દીકરાની હત્યા, દીકરીનો બળાત્કાર થશે,' એંજિનિયર યુવક ઝડપાયો

દરમિયાન રાજ્યમાં હાલમાં કુલ 16710 એક્ટિવ કેસ છે, જ્યારે 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કુલ સ્ટેબલ દર્દીઓની સંખ્યા 16624 છે જ્યારે અત્યારસુધીમાં કુલ 1,17, 231 દર્દી સાજા થઈ ગયા છે. આજે સરકાર દ્વારા 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકીના 1372 પોઝિટિવ છે. રાજ્યનો રિકવરી રેટ 85.32 ટકા પહોંચ્યો છે.

દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં 1 મળીને કુલ 11 દર્દીનાં મોત થયા છે. અત્યારસુધીમાં કોરોના વાયરસે 3453 દર્દીઓનાં રાજ્યમાંથી જીવ લીધા છે.આ પણ વાંચો :  બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું: નીતિન પટેલ

આઈસીએમઆર(ICMR)ના બીજા સીરો સર્વે (sero survey report)પ્રમાણે ઓગસ્ટ 2020 સુધી દસ વર્ષ અને તેનાથી ઉપરના 15 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવવાનો અંદાજ છે. આ સર્વે વધારે વસ્તીમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત થવાની આશંકા દર્શાવે છે. ICMRના બીજા સીરો સર્વેનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.

આઈસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે (Balram Bhargava) પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી સીરો સર્વે રજુ કરતા કહ્યું હતું કે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી 29,082 લોકો (10 વર્ષ અને તેનાથી વધારે ઉંમર) પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 6.6 ટકામાં સાર્સ-સીઓવી2ની ચપેટમાં આવી ચૂક્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. 7.1 ટકા વયસ્ક વસ્તી (18 વર્ષ અને તેનાથી વધારે) પણ તેની ચપેટમાં આવ્યા હોવાના લક્ષણો જોવા મળ્યા હતા. બીજો સીરો સર્વે ઘણી વસ્તીમાં હજુ પણ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત હોવાની આશંકા બતાવે છે.
Published by: Jay Mishra
First published: September 30, 2020, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading