અમદાવાદ: હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 30 ટકા કારખાના બંધ

News18 Gujarati
Updated: September 21, 2019, 7:08 PM IST
અમદાવાદ: હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 30 ટકા કારખાના બંધ
પ્રતિકાત્મક તસવીર

સરકાર દ્વારા ડાયમન્ડ ઉદ્યોગના (diamond industry)જોબ વર્ક બિઝનેસમાં (Business)જીએસટીમાં (GST)ઘટાડો કરવામાં આવ્યો છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ સરકાર દ્વારા ડાયમન્ડ ઉદ્યોગના (diamond industry)જોબ વર્ક બિઝનેસમાં (Business)જીએસટીમાં (GST)ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જોબવર્ક બિઝનેસમાં જીએસટી 5 ટકા લેવાતો હતો જે ઘટાડી 1.5 ટકા કરાયો છે. જોકે તેમ છતાં ડાયમન્ડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે.

જોબવર્ક બિઝનેસની જગ્યાએ તૈયાર પૉલિસ ડાયમન્ડમાં GSTમાં ઘટાડાની જરૂર કારખાનાના માલિકોને લાગી રહી છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ જાહેર કરવાની માંગ વર્ષોથી પેન્ડિગ હોવાનું હીરા ઉદ્યોગમાં સર ચાર્જ 22 ટકા અને ફ્યુઅલ ચાર્જ 27 ટકા વસૂલાય છે નાબૂદ કરવાની જરૂર હોવાનું હીરાના વેપારીઓ જણાવી રહ્યા છે.

અમદાવાદનો હીરા ઉધોગ ફરી મંદીમાં સપડાયો છે. આ અગાઉ 2008 માં હીરા ઉદ્યોગમાં ભયનકર મંદી આવી હતી. જોકે એ મંદીને પગલે રત્નકલાકારો અન્ય નોકરી ધંધામાં ડાયવર્ટ થઈ ગયા હતા. તે સમય એટલે કે 2008માં અમદાવાદમાં 3600 હીરાના કારખાના હતા. અને સાડા ત્રણ લાખ રત્નકલાકારો હીરા ઘસી પરિવરનું ગુજરાન ચલાવતા હતા.

તેની સરખામણીમાં હાલની સ્થિતિની વાત કરીએ તો હાલમાં અમદાવાદમાં 750 જેટલા જ કારખાના છે. અને માત્ર સવાલખ કારીગરો જ કામ કરે છે. રત્નકલાકારો પહેલા હીરાના ધંધામાં 17થી 18 હજારનું કામ તે સમયે કરતા હતા પણ હાલમાં કારીગરો 7થી 9 હજાર જેટલી કમાણી કરી શકે છે.

આ પણ વાંચોઃ-Reality check: અમદાવાદમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી કરી દોડી રહી છે સ્કૂલવાન

આ મુદ્દે વિવેકાનંદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું કે બાપુનગરમાં 30 ટકા કારખાના બંધ થઈ ગયા છે. દીવાળીનો તહેવાર નજીક છતાં મંદીનો માહોલ છે. આ પહેલા 2008માં હીરા ઉદ્યોગમાં મંદી આવી હતી તે સમયે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હીરા ઉદ્યોગને બેઠો કરવા 1200 કરોડનું કૌશલ્ય પેકેજ જાહેર કર્યું હતું. અને 2006માં હીરા વિકાસ બોર્ડ બંધ થઈ ગયું હતું તે ફરી શરૂ કરવાની માંગ કરી છે.
First published: September 21, 2019, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading