રાજ્યમાં 2018માં માર્ગ અકસ્માતમાં 5,923 લોકો બન્યા કાળનો કોળિયો

News18 Gujarati
Updated: January 30, 2019, 7:37 AM IST
રાજ્યમાં 2018માં માર્ગ અકસ્માતમાં 5,923 લોકો બન્યા કાળનો કોળિયો

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યા લાખોમાં વધી રહી છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધી રહી છે તેમ તેમ માર્ગ અકસ્માતની ઘટના પણ ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં સલામતી અને અનેક નિયમો હોવા છતા માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે લોકોમાં જાગૃતી લાવવા માટે અમદાવાદ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ એક માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ખાતે 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2019ની ઉજવણી કરવામાં આવશે. 'સડક સુરક્ષા જીવન રક્ષા' થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવશે જે અંદાજે એક સપ્તાહ સુધી ચાલશે.

અહીં ક્લિક કરી વાંચો Suzukiનું V-Strom 650XT ABS અપડેટ મોડલ લોન્ચ, જુઓ તસવીર

પ્રાપ્ત માહિતી પ્રમાણે 'સડક સુરક્ષા-જીવન રક્ષા' થીમ અંતર્ગત 4 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2019ની કરાશે ઉજવણી કરવામાં આવશે. જેમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને શપથવિધિ, માર્ગ સલામતી મેળાનું આયોજન કરવામાં આવશે. સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે કે નિયમો અંગે જાગૃતિ તથા સેમિનારનું ખાસ આયોજન કરવું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચિંતાજનક રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ 2018ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન માર્ગ અકસ્માતના 13,914 નોંધાયા છે. આ અકસ્માતમાં કુલ 5,923 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો ચિંતાજનક વાત તો એ છે કે આ માર્ગ અકસ્માતમાં સૌથી વધુ 22થી લઈ 35 વર્ષના યુવાનો ભોગ બન્યા છે.
First published: January 29, 2019, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading