આજે જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનો છેલ્લો દિવસ

News18 Gujarati
Updated: April 30, 2018, 9:17 AM IST
આજે જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનો છેલ્લો દિવસ
આવતી કાલ એટલે કે સોમવારે 30 એપ્રિલ થાય છે આમ હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો આ અંતિમ દિવસ છે.

આવતી કાલ એટલે કે સોમવારે 30 એપ્રિલ થાય છે આમ હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો આ અંતિમ દિવસ છે.

  • Share this:
રાજ્યમાં વાહનો માં એચ.એસ.આર.પી વાળી નંબર પ્લેટ લગાડવા માટે અંતિમ તારીખ 31 માર્ચ હતી. રાજ્ય સરકારે મુદ્દતને એક મહિનો વધારીને 30 એપ્રિલ કરવાનો નિર્ણય કર્યો હતો. આવતી કાલ એટલે કે સોમવારે 30 એપ્રિલ થાય છે આમ હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો આ અંતિમ દિવસ છે. હજી સુધી રાજ્ય સરકાર તરફથી આ મુદ્દતને વધારવા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આનો સીધો મતલબ એ થાય કે 30 એપ્રિલની મુદ્દ પુરી થયા પછી HSRP નંબર પ્લેટ વગરના વાહનોને દંડ ભરવો પડશે. જોકે, અંદરના સુત્રોના જણાવ્યા પ્રમાણે HSRPની મુદ્દત વધારીને 31 મે થઇ શકે છે. જોકે, હજી સુધી આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

97 લાખથી વધારે વાહનોને HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી

મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા વાહનની સલામતી અને સુરક્ષા માટે હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત કરી છે. ત્યારે તેની મુદ્દતનો અંતિમ દિવસ પણ આવી ગયો છે. વાહન ચાલકોને સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી HSRP નંબર પ્લેટ લગાવી લેવાનો સમય આપ્યો હતો. જે આવતી કાલે સોમવારે પૂરો થાય છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 97 લાખથી વધારે વાહનોને HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે.

31 મે સુધી મુદ્દત વધવાની શક્યતા

લાખોની સંખ્યામાં વાહનોને HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી વાહન વ્યવહાર વિભાગ 30 એપ્રિલની મુદ્દતને વધારી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સરકાર આ નંબર પ્લેટ લગાવવા માટે 31 મે સુધી લંબાવાય તેવી શક્યતા છે.

700થી વધારે એજન્સીઓને HSRP નંબર પ્લેટ લગાવવાનું કામ સોપાયું છેનજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં જુના વાહનોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાને લીધે નંબર પ્લેટની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. હાલ રાજ્યમાં 700થી વધુ એચ એસ આર પી નંબર પ્લેટ લગાવવા માટે એજન્સીઓને કામ સોંપાયું છે.
First published: April 29, 2018, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading