અમદાવાદ જિલ્લાના 3 થી 4 હજાર બાળકોએ કોરોના વેક્સીન ન લીધી, શાળાઓ પાસે લિસ્ટ મંગાવાયું
અમદાવાદ જિલ્લાના 3 થી 4 હજાર બાળકોએ કોરોના વેક્સીન ન લીધી, શાળાઓ પાસે લિસ્ટ મંગાવાયું
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે લિસ્ટ માંગવામાં આવ્યું છે.
Ahmedabad Corona News: અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે લિસ્ટ માંગવામાં આવ્યું છે. જમા 15 થી 17 વર્ષના બાળકો જે વેક્સીન બાકી છે તેવા બાળકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરાશે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર (The third wave of Corona in Gujarat) લગભગ સમાપ્ત થવાના આરે છે ત્યારે કોરોના કેસ (Coronavirus) ઓછા થતા ફરી લોકો બેફિકર થઈ ગયા છે. જોકે ત્રીજી લહેરમાં કોરોનાની વેકસીન (Corona vaccine) સંજીવની સાબીત થઈ છે જેના કારણે ત્રીજી લહેરમાં લોકોને વધુ અસર થઈ નથી. જોકે વેકસીન આપીને બાળકોને પણ સુરક્ષિત કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 15 થી 17 વર્ષના બાળકોને વેક્સીન આપવામાં આવી છે. પરંતુ હજુ પણ 3 થી 4 હજાર બાળકોએ વેક્સીન લીધી નથી. ત્યારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે સ્કૂલ પાસેથી લિસ્ટ મંગાવ્યું છે. જેમાં 15 થી 17 વર્ષના કેટલા બાળકોએ વેક્સીન લીધી છે અને કેટલા બાકી છે. તેમજ મેડિકલ ઓફિસર પાસે પણ લિસ્ટ માંગવા આવ્યું છે 15થી 17 વર્ષના કેટલા બાળકો વેક્સીન નથી લીધે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે 15 થી 17 વર્ષના બાળક હોય તો તેને રસી અપાવે અને બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત કરે.
અમદાવાદ મુખ્ય જિલ્લા અધિકારી ડોકટર શૈલેષ પરમારે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે 2005-06 અને 07 માં જન્મ થયો હોય તેમાંથી કેટલા બાળકોએ વેક્સીન લીધેલી છે. અને કેટલા બાળકો વેક્સીન લેવાના બાકી છે. હવે સ્કૂલો ખુલી ગઈ છે ત્યારે બાળકોનું સ્વસ્થ સુરક્ષિત રાખવા વેક્સીન લેવી જરૂરી છે અને 2005-06 અને 07માં જન્મે હોય તેવા બાળકોને વેક્સીન લેવી જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરમાં જોયુ કે વેક્સીનના કારણે દાખલ થવું પડ્યું નથી. તો તમારું બાળક સુરક્ષિત હશે તો પરિવાર પણ સુરક્ષિત રહેશે. એટલે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે 15 થી 17 વર્ષનું બાળક હોય અને વેક્સીન લેવાની બાકી હોય તો જરૂરથી લઈ લે.
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે લિસ્ટ માંગવામાં આવ્યું છે. જમા 15 થી 17 વર્ષના બાળકો જે વેક્સીન બાકી છે તેવા બાળકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરાશે. સ્કૂલમાં પણ જઈને 15 થી 17 વર્ષના બાળકોને વેક્સીન લેવાની બાકી છે તેવા બાળકોને વેકસીન આપવામાં આવશે.
જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર અંતના આરે આવીને ઊભી છે. ધીમે ધીમે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. હવે ગુજરાતમાં નામ માત્રનો જ કોરોના રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 100ની અંદર આવી ગઈ છે. પરંતુ આ દરમિયાન અમદાવાદ જિલ્લામાં 15 થી 17 વર્ષના બાળકોને વેક્સીન આપવામાં આવી છે. પરંતુ હજુ પણ 3 થી 4 હજાર બાળકોએ વેક્સીન લીધી નથી જેને લઇ અમદાવાદ મુખ્ય જિલ્લા અધિકારીએ શાળા સંચાલકો પાસેથી આ અંગે યાદી મંગાવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર