એકતરફ ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી.
એકતરફ ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે શાળા સાંચાલકો દ્વારા સરકારને ફરી વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી કરવા રજુઆત કરી છે.
રાજ્યની 700 જેટલી પ્રાથમિક શાળાઓ (Elementary school)માં એક જ શિક્ષક (Teacher)હોવાનો મુદ્દો હાલ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જો કે આ તો થઈ પ્રાથમિક શાળાઓની વાત. જોકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (School)માં પણ પીટી ટીચરને લઈ હાલત કફોડી છે. રાજ્ય (Gujarat)ની 3 હજાર શાળાઓમાં વ્યાયામના શિક્ષકો (recruitment of exercise teachers) જ નહીં હોવાનું સામે આવ્યું છે. એકતરફ નવી શિક્ષણ નીતિમાં વ્યાયામ અને કલાના અભ્યાસ પર ભાર મુકાયો છે તેવામાં હવે આ વ્યાયામ શિક્ષકોની ભરતી મામલે પણ માંગ ઉઠી છે.
નવી શિક્ષણ નીતિ પ્રમાણે અભ્યાસક્રમમાં કલા અને વ્યાયામના અભ્યાસક્રમ પર વધુ મહત્વ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યની 3 હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામના શિક્ષકની જગ્યા ખાલી છે. 2009થી ભરતી જ નથી કરવામાં આવી ત્યારે હાલ શાળાઓમા વ્યાયામના ક્લાસ બંધ થવા લાગ્યા છે. 2009 પહેલા ગ્રાન્ટેડ શાળાઓમા કોઈપણ શીક્ષકની ભરતી કરવાનો અધિકાર શાળા સંચાલક પાસે હતો અને શીક્ષકોના ભરતી પણ થતી હતી.
જોકે 2009 બાદ કાયદો સરકાર દ્વારા બદલાયો અને ગ્રાન્ટેડ શાળાઓમા શિક્ષકની ભરતી કરવાની પ્રક્રિયા સંચાલક પાસે લઈ સરકારે જ જાતે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તેને લઈ 2009થી આજ સુધી એક પણ વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરવામાં આવી. આ પહેલા વ્યાયામ શિક્ષક સવારે પીટીના ક્લાસ લેતા અને ફુલટાઈમ નોકરી કરતા વ્યાયય શિક્ષકો વ્યાયામના ક્લાસ લઈ ત્યાર બાદ અન્ય વિષય પણ બાળકોને ભણાવતા હતા પણ હવે ન તો ફુલટાઈમ કે પાર્ટટાઈમ માટે વ્યાયામ શિક્ષકોના ભરતી ન થતા હાલ બાળકોને વ્યાયામ શીખવવા માત્ર વાત જ નથી આવતી.
મહત્વનુ છે કે એકતરફ ખેલ મહાકુંભ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ત્યારે શાળા સાંચાલકો દ્વારા સરકારને ફરી વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી કરવા રજુઆત કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર